• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

પડાણામાં બીમાર યુવાનનું બાથરૂમમાં પડી જવાથી મોત

ગાંધીધામ, તા. 8 : તાલુકાના પડાણામાં રહેનાર રાયજી જેસંગ પરમાર (ઉ.વ. 39) નામનો યુવાન પડી જતાં તેનું મોત થયું હતું. બીજી બાજુ આદિપુરમાં શંકર કિશનસિંઘ ભાટી (ઉ.વ. 25) નામના યુવાને ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો. પડાણામાં કચ્છ કેમિકલ જૂની કોલોની સામે રજાકભાઇ કોલોની રૂમ નંબર નવમાં રહેનાર રાયજી નામના યુવાનનું ગઇકાલે મોત થયું હતું. આ યુવાન બીમાર અને અશક્ત રહેતો હતો, દરમ્યાન ગઇકાલે તે બાથરૂમ પડી જતાં તેને માથામાં ઇજા પણ થઇ હતી. તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાનનું હૃદયરોગના હુમલાનાં કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. બીજી બાજુ આદિપુરના સાતવાળી, સી.બી.એક્સ. મકાન નંબર 318માં રહેનાર શંકર ભાટી નામના યુવાને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ યુવાન ગઇકાલે બપોરે ઘરે હતો, ત્યારે તેણે અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ અનંતની વાટ પકડી હતી. આ યુવાને કેવા કારણોસર આપઘાત કર્યો હશે તે બહાર આવ્યું નથી, જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd