• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

ટીમ ઈન્ડિયામાંથી પડતા મુકાવું આંચકાજનક, પણ મહેનતનું ફળ મળ્યું: સિરાજ

હૈદરાબાદ, તા.7: વર્તમાન આઇપીએલમાં મોહમ્મદ સિરાજ અલગ જ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તે સતત બે મેચમાં `પ્લેયર ઓફ ધ મેચ' બન્યો છે અને ગુજરાત ટાઇટન્સ માટે મેચ વિનિંગ દેખાવ આપી રહ્યો છે. ગઇકાલની મેચમાં પણ સિરાજે  સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 17 રનમાં 4 વિકેટ ખેરવી તરખાટ મચાવ્યો હતો. ભારતીય ટીમમાંથી પડતો મુકાવા અંગે તેણે કહ્યું કે ખુદને સંભાળવું કઠિન હતું પણ હવે હું જીતની મજા માણું છું.  સિરાજ તેના સારા દેખાવ છતાં ચેમ્પિયન્સ ટ્રોફીની ભારતીય ટીમમાંથી પડતો મુકાયો હતો. વધુ એક સ્પિનરને સામેલ કરવા માટે પસંદગીકારોએ સિરાજનો ભોગ લીધો હતો. આ પહેલા આરસીબીએ મેગા ઓકશન અગાઉ તેને રીટેન ન કરી રીલિઝ કરી દીધો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd