ગાંધીધામ, તા. 8 : તાલુકાના કિડાણા ભૂકંપનગર સોસાયટીમાં
રહેનારા શખ્સને કચ્છ તથા તેને અડીને આવેલા જિલ્લાઓમાંથી હદપાર કરવામાં આવ્યો હતો. કિડાણામાં
રહેનાર સમીર ઉર્ફે હનિસિંહ નૂરમામદ મથડા નામના શખ્સ વિરુદ્ધ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ
મથકે ચોરી, મારામારીના ત્રણ તથા આદિપુર
પોલીસ મથકે લૂંટ સહિતની કલમો તળે ગુના નોંધાયેલા છે. મિલકત, શરીર
સંબંધી ગુના આચરતા આ શખ્સ વિરુદ્ધ હદપારની દરખાસ્ત તૈયાર કરી અંજાર સબ ડિવિઝન મેજિસ્ટ્રેટને
મોકલવામાં આવી હતી. ત્યાંથી દરખાસ્ત મંજૂર થતાં આ શખ્સને પકડી પાડી તેને કચ્છ
તથા કચ્છને અડીને આવેલા જિલ્લાઓમાંથી હદપાર કરવામાં આવ્યો હતો.