• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

કુનરિયા પાસે ગેરકાયદે રેતી ભરેલું ડમ્પર પકડાયું

ભુજ, તા. 8 : તાલુકા ખાવડા માર્ગે કુનરિયાનાં બસ સ્ટેશન પાસે એલસીબીએ ગેરકાયદે રેતી ભરેલું ડમ્પર પકડી કાર્યવાહી કરી હતી. એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ ખાનગી બાતમીના આધારે કુનરિયાનાં બસ સ્ટેશન પાસેથી ડમ્પર નં. જી. જે. 12 એઝેડ 3554વાળાને ઊભું રખાવી તેમાં ભરેલી 20 ટન રેતી અંગે વાહનચાલક ભીમજી મગનભાઈ મહેશ્વરી (રહે. ભારાપર, તા. ભુજ) પાસે રોયલ્ટી પાસ પરમીટ માગતાં ન હોઈ ખાણ ખનિજ ધારા કલમ 34 મુજબ વાહન જપ્ત કરી ખાણ ખનિજ વિભાગને રિપોર્ટ કરી વાહન માધાપર પોલીસ મથકે આગળની કાર્યવાહી અર્થે સોંપાયું છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd