મુલ્લાનપુર તા.8 : પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 18 રને હરાવીને જીતના માર્ગે વાપસી
કરી હતી. દરમિયાન, ચેન્નઈએ સતત
ચોથી હાર મેળવી હતી. મંગળવારે મુલ્લાનપુરમાં રમાયેલી આ મેચમાં પંજાબે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા હતા. જવાબમાં, સીએસકે નિર્ધારિત ઓવરોમાં પાંચ વિકેટ ગુમાવીને
માત્ર 201 રન જ બનાવી શક્યું. તેમના માટે
ડેવોન કોનવેએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. પંજાબ તરફથી લોકી ફર્ગ્યુસને બે વિકેટ લીધી
જ્યારે યશ ઠાકુર અને ગ્લેન મેક્સવેલને એક-એક વિકેટ મળી. પંજાબના નવોદિત ડાબોડી ઓપનિંગ
બેટર પ્રિયાંશ આર્યની આક્રમક સદીના બળે પંજાબે 219 રન બનાવ્યા હતા. ચેન્નાઇએ 220 રનના લક્ષ્યને પાર પાડવા ઉતરેલી ચેન્નાઇની રચિત રવિન્દ્ર 23 દડામાં 3 6 રન અને ડવેન
કોન્વેના 49 દડામાં 69ની શરૂઆત સારી કરી હતી. પરંતુ તે રિટાયર્ડ આઉટ થયો હતો. કપ્તાન
ઋતુરાજ ગાયકવાડ જામી શક્યો ન હતો અને માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. શિવમ દુબેએ 27 દડામાં આક્રમક 42 અને અંતમાં ધોની 12 દડામાં 27 રન બનાવ્યા હતા. પરંતુ લક્ષ્ય
પાર પાડવામાં વિફળ રહ્યા હતા. પંજાબ વતી લોકો ફર્ગ્યુશને 2 તેમજ યશ ઠાકુર અને ગ્લેન મેક્સવેલે 1-1 વિકેટ ઝડપી હતી. અગાઉ નવોદિત
ડાબોડી ઓપનિંગ બેટર પ્રિયાંશ આર્યની અદભૂત આક્રમક સદીના સહારે ચેન્નાઇ સુપર કિંગ્સ
સામેની આજની બીજી મેચમાં પંજાબ કિંગ્સના 20 ઓવરમાં 6 વિકેટે 219 રન થયા હતા. 24 વર્ષીય અનકેપ્ડ પ્લેયર પ્રિયાંશ
આર્યે આઇપીએલ ઇતિહાસની પાંચમી ઝડપી સદી કરી હતી. તેણે પોતાની સદી 39 દડામાં બનાવી હતી. પંજાબના
ટોચના બેટધરોની નિષ્ફળતા વચ્ચે પ્રિયાંશ આર્યે 42 દડામાં 7 ચોક્કા અને
9 છક્કાથી 103 રનની આતશી ઇનિંગ રમી સીએસકેની
બોલિંગ-ફિલ્ડીંગ વેરવિખેર કરી નાંખી હતી. તે આઇપીએલમાં સદી કરનારો ભારતનો છઠ્ઠો અનકેપ્ડ
પ્લેયર બન્યો છે. પંજાબના ટોપ ઓડર્રના બેટર્સ
પ્રભસિમરન સિંઘ (0), કપ્તાન શ્રેયસ
અય્યર (9), માર્કોસ સ્ટોઇનિસ (4), નેહલ વડેરા (9) અને ગ્લેન મેકસવેલ (1) ધડાધડ આઉટ થયા હતા. તો બીજી
તરફ પ્રિયાંશ આર્યે એકલવીર બની પંજાબની રન રફતાર વધારી હતી. તેના અને શશાંક સિંહ વચ્ચે
છઠ્ઠી વિકેટમાં 34 દડામાં 71 રનની ભાગીદારી થઇ હતી. અંતમાં
શશાંકે ડેથ ઓવર્સમાં માર્કો યાનસન સાથે મળીને સાતમી વિકેટની અતૂટ ભાગીદારીમાં 38 દડામાં 6પ રનનો ઉમેરો કરી પંજાબનો સ્કોર 219 રને પહોંચાડયો હતો. શશાંકે
36 દડામાં 2 ચોક્કા-3 છકકાથી પ2 અને યાનસને
19 દડામાં 34 રન કર્યાં હતા. બન્ને નોટઆઉટ
રહ્યા હતા. ચેન્નાઇ તરફથી ખલિલ અને અશ્વિને 2-2 વિકેટ લીધી હતી.