અમદાવાદ, તા. 7 (અમારા
પ્રતિનિધિ તરફથી ) : ગાંધીનગર ખાતે 17 માર્ચ 2025થી
હળતાળ ઉતરેલા આરોગ્યકર્મચારીઓએ આજે અચોક્કસ મુદ્દતની હડતાળ સમેટી લીધી છે. 21 દિવસની
અચોક્કસ હડતાળ બાદ સરકાર સાથે સુખદ સમાધાન થતાં રાજ્યના 33 જિલ્લાના
જિલ્લા પંચાયત વિભાગ વર્ગ-3ના આરોગ્યના એમ.પી.એચ.ડબલ્યુ.
એફ.એચ.ડબલ્યુ, એફ.એચ.એસ. એમ.પી.એચ.એસ. અને તાલુકા અને જીલ્લા કક્ષાએ ફરજ બજાવતાં
સુપરવાઈઝર ભાઈઓ અને બહેનોને હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં 17 માર્ચથી
ચાલી રહેલી આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ આજે સમેટાઈ ગઈ છે. મહાસંઘે
તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત ફરવા આદેશ આપ્યો છે. આરોગ્ય કર્મચારી
સંઘના પ્રમુખ રણજીતાસિંહે કહ્યું કે આરોગ્ય કર્મચારીઓની હડતાલ સમાપ્ત થઈ છે.
સરકારને 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ સમયમાં સરકાર દ્વારા અમારી
માગ મુજબ કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ફરી રાજ્ય વ્યાપી આંદોલન છેડવામાં આવશે.
આરોગ્ય કર્મચારી મહાસંઘના 33 જીલ્લા પ્રમુખ, મહામંત્રી, મુખ્યકન્વિનરની સંયુક્ત સંપુર્ણ કારોબારી મીટીંગ રવિવારે (6 એપ્રિલ)ના
રોજ ગાંધીનગર ખાતે મળી હતી. આ મીટીંગમાં
કર્મચારીઓના પ્રશ્નો અને સરકારી સાથે ચર્ચા મુજબ અચોક્કસ મુદ્દતની હડતાળને ત્રણ
મહિના માટે બ્રેક આપવામાં આવ્યો છે. દરમિયનમાં પ્રમુખ રણજીતના આ હડતાળ સમાપ્તિ
અંગે એક જિલ્લાના આગેવાને પ્રમુખ સામે રોષ ઠાલવતા કહ્યુ કે જિલ્લા આગેવાને કહ્યું
કે કર્મીઓને પૂછ્યા વગર હડતાળ સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગરના સંજય
રાઠોડે તાપીના સુરેશ ગામીતને મારી નાખવાની ધમકી આપી. આ ધમકીને લઈને સુરશે ગામીતે
કહ્યું કે મને કંઈ પણ થશે તો જવાબદારી પ્રમુખની રહેશે. નોંધનીય છે કે 17 માર્ચથી
રાજ્યમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગાંધીનગરમાં ધરણા પર બેઠા છે. અગાઉ પણ માર્ચના
અંતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમાપ્ત થયાની અફવા ફેલાઈ હતી. તે વખતે આરોગ્ય
કર્મચારી સંઘના પ્રમુખે રણજીત સિંહ અફવાઓનું ખંડન કરતા હડતાળ યથાવત છે તેવું જાહેર
કર્યું હતું. સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા આરોગ્ય કર્મીઓ સામે
સરકારે કડક વલણ અપનાવતા 8 જિલ્લાઓમાંથી 2100 થી
વધુ કર્મચારીઓને છૂટા કર્યા હતા તો 5 હજારથી વધુ કર્મચારીઓને
કારણદર્શક નોટિસ આપી કામ પર પરત ફરવા જણાવ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે
આરોગ્ય કર્મચારીઓની માંગને અયોગ્ય ગણાવી હતી. ઋષિકેશ પટેલનું કહેવું હતું કે રાજ્ય
સરકાર આવા ગંભીર મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણય લઈ શકે નહીં.