• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

ભુજ : સગાઈ તોડવાની ધમકી આપી મંગેતરનું સગીરા સાથે દુષ્કર્મ

ભુજ, તા. 8 : શહેરમાં સગાઈ તોડવાની ધમકી આપીને સગીરા સાથે મંગેતરે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે. ભુજના બી-ડિવિઝન ખાતે સગીરાની માતાએ આજે નોંધાવેલી ફરિયાદ મુજબ આજથી ત્રણેક વર્ષ અગાઉથી તા. 26/2/25 સુધી આરોપી સદામ મલુ સોતા (મૂળ રાજસ્થાન) ધંધાર્થે ફરિયાદી પાસે રહેતો હતો અને તેની સગીરવયની દીકરી સાથે સદામની સગાઈ થઈ હતી. સદામે સગાઈ તોડી નાખવાની ધમકી આપી, સગીરા સાથે બે વાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોકસો અને દુષ્કર્મ સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd