• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ભુજની લેવા પટેલ હોસ્પિટલને ડાયાલિસીસ મશીન અર્પણ

કેરા (તા. ભુજ), તા. 29 : કિડની ફેલ્યોર દર્દીનું આખું જીવન રફેદફે થઇ જાય છે તેવા ગરીબ દર્દીઓની સેવાર્થે મૂળ સુખપર ગામના હાલે કાર્ડિફ (યુ.કે.) વસતા બિનનિવાસી પરિવાર દ્વારા ડાયાલિસીસ મશીનનું દાન અપાયું હતું. સ્વ. પિતા નારાણભાઇ કલ્યાણ વેલાણી, સ્વ. માતુશ્રી વેલબાઇ હસ્તે પુત્ર કાનજીભાઇ નારાણ વેલાણી, રાધાબાઇ સહ પરિવાર દ્વારા 7,50,000ની કિંમતનું ડાયાલિસીસ મશીન કચ્છી લેવા પટેલ સમાજની માતુશ્રી મેઘબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર (લેવા પટેલ હોસ્પિટલ)ના `જયસામ' ડાયાલિસીસ નિ:શુલ્ક વિભાગમાં દાન અપાયું હતું. દાતા પરિવારની આરોગ્ય સેવા માટે ટ્રસ્ટના મોભી અરજણભાઇ પિંડોરીયા, ગોપાલભાઇ ગોરસિયા, કેસરાભાઇ પિંડોરીયા, મનજી પિંડોરીયાએ સરાહના કરી હતી. સમાજની આરોગ્ય સેવામાં વખતો વખત સહયોગ અપાતો રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાનો સૌથી મોટો અને વ્યસ્ત આ વિભાગ હાલ સૌથી વ્યસ્ત અને પાયાની સેવા કરી રહ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang