વોશિંગ્ટન, તા. 12 : અમેરિકન પ્રમુખ
ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત નજીકના સાથી અને વરિષ્ઠ રિપબ્લિકન સિનેટર લિન્ડસે ગ્રાહમનું
71 વર્ષની વયે ટૂંકી બીમારી બાદ નિધન થયું છે. સાઉથ કેરોલીનાથી
સિનેટર તરીકે ચૂંટાતા લિન્ડસે ગ્રાહમ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં
તેમની સારવાર ચાલી રહી હતી. ઈરાને યુએસ કોંગ્રેસમેન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના
નજીકના સહયોગી લિન્ડસે ગ્રેહામના મૃત્યુ અંગે એક હિટ લિસ્ટ બહાર પાડ્યું છે, જે એવો સંકેત આપે છે કે, મૃત્યુમાં ઈરાનની સંડોવણી હોઈ શકે છે. ઈરાન દ્વારા જાહેર કરાયેલ હિટ લિસ્ટમાં
લિન્ડસે ગ્રેહામના ચહેરા પર ક્રોસ દર્શાવવામાં આવ્યો છે. આ એવી છાપ વ્યક્ત કરવાનો પ્રયાસ
છે કે આ મૃત્યુમાં તેનો હાથ હોઈ શકે છે. તે પહેલાથી જ ઈરાનના હિટ લિસ્ટમાં હતો. ઈરાનમાં
વિરોધ પ્રદર્શનો દરમિયાન લિન્ડસે ગ્રેહામની તસવીરો જોવા મળી હતી અને તેમને પણ એ જ રીતે
નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે, ઈરાને આ અંગે કોઈ સત્તાવાર
નિવેદન બહાર પાડ્યું નથી. લિન્ડસે ગ્રાહમ ટ્રમ્પ વહીવટી તંત્રમાં ખૂબ જ પ્રભાવશાળી
નેતા ગણાતા હતા. પોતાનાં નિધનના થોડા સમય પહેલાં જ તેઓ યુક્રેનની રાજધાની કીવના પ્રવાસે
ગયા હતા, જ્યાં તેમણે યુક્રેનના પ્રમુખ વોલ્દોમીર ઝેલેન્સ્કી
સાથે મુલાકાત કરી હતી. લિન્ડસે ગ્રાહમ પોતાની
આક્રમક વિદેશ નીતિ અને ભારત પ્રત્યેના સખત વલણને કારણે હંમેશાં ચર્ચામાં રહેતા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક નીતિઓના કટ્ટર સમર્થક એવા લિન્ડસેએ એક સમયે ભારત પર 500 ટકા ટેરિફ લગાવવાની ખુલ્લી ધમકી આપી હતી. જો કે, પાછળથી તેમણે ભારત અને અમેરિકા વચ્ચેની
ટ્રેડ ડીલની પ્રશંસા પણ કરી હતી. રશિયા અને યુક્રેન યુદ્ધ દરમિયાન પણ તેમણે ભારત પ્રત્યે
કડક વલણ અપનાવતાં કહ્યું હતું કે, જો ભારત રશિયા પાસેથી ક્રૂડ
ઓઇલ ખરીદવાનું બંધ નહીં કરે, તો અમેરિકા તેની અર્થવ્યવસ્થાને
મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેમનું માનવું હતું કે, રશિયા
પાસેથી ઓઇલ ખરીદીને ભારત તેને મદદ કરી રહ્યું છે, જેની સજા ભારતને
મળવી જોઈએ.