નવી દિલ્હી, તા. 12 : ભૂતપૂર્વ ક્રિકેટર
સંજય માંજરેકરે ઇંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણીની
શરમજનક હાર પર તીવ્ર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, હાર માટે ખેલાડીઓને દોષ આપવાને બદલે,
આઈપીએલ સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ. ટીમની પસંદગી આઈપીએલના
આધારે ન થવી જોઈએ. `િવદેશી ધરતી પર આ હાર માટે ખેલાડીઓને સરળતાથી દોષી
ઠેરવી શકાય છે, પરંતુ મને લાગે
છે કે દોષ તે લોકો પર નાખવો જોઈએ જેમણે આઈપીએલને બેટ્સમેન-ફ્રેન્ડલી ટૂર્નામેન્ટ બનાવીને
ભારતીય બેટ્સમેન પર દબાણ બનાવ્યું છે' એમ માંજરેકરે ઇન્સ્ટાગ્રામ
પર લખ્યું હતું. તેમણે કહ્યું હતું કે, `પસંદગીકારો માટે પડકાર એ છે કે એવા બેટ્સમેનોની પસંદગી કરવામાં આવે જે આઈપીએલ
પ્રદર્શનનાં દબાણમાં આવ્યા વિના વિદેશમાં સારું રમી શકે. તેમણે આવા બેટ્સમેનોને ઓળખવા
જોઈએ અને તેમને ભારત માટે પસંદ કરવા જોઈએ. ભારતે હવે તેની મોટાભાગની ટી-20 મેચ વિદેશમાં રમવાની છે. ઘરેલુ ક્રિકેટની મજા પૂરી
થઈ ગઈ છે.'