• સોમવાર, 13 જુલાઈ, 2026

ગઢશીશામાં યુવાને ગળેફાંસો ખાઇ આયખું ટૂંકાવ્યું

ગઢશીશા (તા. માંડવી), તા. 12 : ગામમાં ટ્રેક્ટર ટ્રોલી નિર્માણ કરવાનું કામકાજ ધરાવતા દીપ અમૃતલાલ રંગાણી (પટેલ)એ તેમના જ વ્યવસાયી પ્રતિષ્ઠાન પર બપોરના ભાગે ગળેફાંસો ખાઇ જિંદગીનો અંત આણ્યો હતો. દીપના મૃતદેહને ગઢશીશા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લવાયો હતો જ્યાં પરિવાર અને સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં પહોંચી આવ્યા હતા અને આપઘાત પાછળનું કારણ હજુ સ્પષ્ટપણે જાણવા નથી મળ્યું પણ પોલીસ તપાસમાં જોતરાઇ હોવાની વિગતો સંબંધિતો પાસેથી મળી છે.

Panchang

dd