ભુજ, તા. 12 : મુંદરામાં બાઈક
ઉપર 39 હજારના શરાબનો જથ્થો લઈ જતા શખ્સને પોલીસે ઝડપી લીધો
હતો. મુંદરા પોલીસે આજે બપોરે બાતમીના આધારે વી.પી. સ્કૂલના બહારના ભાગેથી બાઈક નં.
જીજે-01-વીજે-4803વાળાને
ઊભો રખાવી તેનો થેલો ચકાસતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની શરાબની 18 બોટલ જેની કિં. રૂા. 39,000 તથા બાઈકની કિં. રૂા. 15,000 એમ કુલ રૂા. 54,000ના
મુદ્દામાલ સાથે આશિષ પ્રહલાદ શર્મા (રહે. મૂળ અમદાવાદ, હાલે રિદ્ધિનગર સોસાયટી, મુંદરા)ને ઝડપી કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી હતી.