હૃષીકેશ વ્યાસ તરફથી
અમદાવાદ,
તા. 12 : ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર
ડેવલપમેન્ટ બોર્ડ અને ઉદ્યોગ-ખાણ વિભાગે સંયુક્તપણે ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ માસ્ટર
પ્લાન ફોર ધ સ્ટેટ ઓફ ગુજરાત તૈયાર કર્યો છે. જેમા, એવો દાવો કરાયો છે કે, આવો સંપૂર્ણ
રાજ્યવ્યાપી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન બનાવનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ માસ્ટર
પ્લાન ત્રણ તબક્કામાં આ પ્લાન અમલમાં મુકાશે. જેમાં, 2026થી 2047 સુધીના
21 વર્ષોમાં રુ.1,80,445 કરોડનો ખર્ચ કરાશે. આ પ્લાન મુજબ,
કુલ લંબાઈ 4,388 કિમીના નવા 22 કોરીડોર બનાવાશે. જયારે, કુલ 2,58,109 કિમીનું નવું રોડ નેટવર્ક ઉભું કરાશે. જેમાંથી 80,706 કિમીના આયોજિત છે. , 6,004 કિમીના રેલવે ટ્રેક, 1 મુખ્ય બંદર કંડલા, 5 ખાનગી,
43 નોન-મેજર સહિતના કુલ 49 બંદરો ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, વડોદરા,
સુરત, રાજકોટ, ભાવનગર,
જામનગર અને જૂનાગઢ માટે અલગ -અલગ સિટી લોજિસ્ટિક્સ પ્લાન તૈયાર કરાયા
છે. અંકલેશ્વર, ભરૂચ, દહેજ અને વાપી જેવા
ઔદ્યોગિક વિસ્તાર આયોજન કરાયું છે. આ દસ્તાવેજ મુજબ, પ્રથમ તબક્કામાં
પહેલેથી નક્કી થયેલા પ્રોજેક્ટ પૂરા કરવા પર ભાર રહેશે અને દરેક નવા પ્રોજેક્ટ માટે
ટેકનો-આર્થિક શક્યતા અભ્યાસ-ફિઝિબિલિટી સ્ટડી કરાશે. આ માટે નવીન ફાઇનાન્સિગ મોડલ વિકસાવવાની
પણ ભલામણ કરાઈ છે. આ માસ્ટર પ્લાન મુજબ, તેમાં 22 ફોકસ લોજિસ્ટિક્સ કોરિડોર નક્કી કરાયા છે. જેના દ્વારા
રાજ્યની અંદરના ભારે ટ્રાફિકવાળા માર્ગો,
બંદરો, એરપોર્ટ, મોટા ઔદ્યોગિક
એકમો સાથેનું જોડાણ નક્કી કરાશે. આ તમામ માપદંડોને ધ્યાનમાં રાખીને કુલ 4,388 કિલોમીટર લંબાઈના પસંદ કરાયોલા 22 કોરિડોર પૈકીના દરેક પર વિગતવાર ટ્રાફિક અભ્યાસ કરવામાં
આવ્યો છે. જેમાં સૌથી લાંબો કોરિડોર ભાવનગર-મહુવા-ઊના-કોડીનાર-માંગરોળ-પોરબંદર-દ્વારકા-ઓખા
વચ્ચેનો છે. જે 518 કિલોમીટર લંબાયેલો
છે. તેની નજીક શામળાજી-હિંમતનગર-અમદાવાદ-વડોદરા-સુરત-વાપી કોરિડોર, જે 508 કિલોમીટરનો છે અને રાજ્યના સૌથી ગીચ ઔદ્યોગિક પટ્ટાને
જોડે છે. આ ઉપરાંત નેનાવા-ધાનેરા-ડીસા-રાધનપુર થઈને કંડલા-મુન્દ્રા બંદર સુધી પહોંચતો
416 કિલોમીટરનો કોરિડોર અને ભાવનગરથી જામનગર-દ્વારકા સુધીનો
398 કિલોમીટરનો કોરિડોર પણ આ યાદીમાં મહત્વના છે.