• સોમવાર, 13 જુલાઈ, 2026

આર્જેન્ટિના છઠ્ઠીવાર અને ઈંગ્લેન્ડ ચોથીવાર સેમિ.માં

કેનસાસ સિટીતા. 12 : વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના અને ઈંગ્લેન્ડ ટીમના ફીફા વર્લ્ડ કપ-2026ના સેમિ ફાઇનલમાં શાનથી પ્રવેશ થયા છે. આર્જેન્ટિનાએ તેના સ્ટાર ખેલાડી લિયોનલ મેસ્સીના ગોલ વિના પણ સ્વિત્ઝરલેન્ડ સામે એકસ્ટ્રા ટાઇમમાં 3-1 ગોલથી રોમાંચક વિજય પ્રાપ્ત કરી છઠ્ઠીવાર વિશ્વ કપના સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ પહેલા ઈંગ્લેન્ડ ટીમે કવાર્ટર ફાઇનલમાં જાયન્ટ કીલર નોર્વે સામે એકસ્ટ્રા ટાઇમમાં 2-1 ગોલથી વિજય હાંસલ કરી વિશ્વ કપમાં ચોથીવાર સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જુડ બેલિંગહામ બે ગોલ કરીને છવાયો હતો. આર્જેન્ટિના અને સ્વિત્ઝરલેન્ડ વચ્ચેની કવાર્ટર ફાઇનલમાં નિર્ધારિત 90 મિનિટમાં બન્ને ટીમ 1-1 ગોલની બરાબરી પર રહી હતી. આ પછી એકસ્ટ્રા ટાઇમની 112મી મિનિટે જૂલિયન અલ્વારેજે અદભૂત ફિલ્ડ ગોલ કરીને આર્જેન્ટિના માટે નિર્ણાયક ગોલ કર્યો હતો. આથી મેસ્સીની ટીમની સરસાઇ 2-1 થઇ હતી. આ પછી 121મી મિનિટે લૌતારો માર્ટિનેજે ગોલ કરીને આર્જેન્ટિનાની 3-1થી જીત નિશ્ચિત કરી દીધી હતી. આર્જેન્ટિના તરફથી પહેલો ગોલ 11મી મિનિટે એલિસ્ટરે પહેલો ગોલ કર્યો હતો. સ્વિસ ટીમ તરફથી એકમાત્ર ગોલ 67મી મિનિટે ડેન અનડોયેએ કર્યો હતો. આ પછી તુરત ટીમના સ્ટાર ખેલાડી બ્રીલ એમ્બોલોને બીજીવાર યેલ્લો કાર્ડ મળતા તે મેચની બહાર થઇ ગયો હતો. આમ છતાં 10 ખેલાડી સાથે રમી રહેલ સ્વિસ ટીમે મેચ એકસ્ટ્રા ટાઇમ સુધી ખેંચી હતી. આ સાથે જ સ્વિત્ઝરલેન્ડનું વિશ્વ કપમાં પહેલીવાર સેમિ ફાઇનલમાં પહોંચવાનું સપનું તૂટયું હતું. આ પહેલા ત્રીજી કવાર્ટર ફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડ-નોર્વે વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. નિર્ધારિત સમયમાં બન્ને ટીમ 1-1ની બરાબરી પર રહી હતી. એકસ્ટ્રા ટાઇમમાં 93મી મિનિટે જૂડ બેલિહેમે બીજો ગોલ કરી ઈંગ્લેન્ડને 2-1થી આગળ કર્યું હતું. આ સરસાઇ અંત સુધી જળવાઇ રહી હતી. આથી નોર્વે સામે 2-1થી રોમાંચક વિજય સાથે ઈંગ્લેન્ડ ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી હતી. મેચનો પહેલો ગોલ નોર્વે તરફથી 36મી મિનિટે એન્ડ્રિયાસ શેલ્ડને કર્યોં હતો. આ પછી પહેલા હાફની આખરી ક્ષણોમાં જૂડ બેલિંગહામે ગોલ કરી ઈંગ્લેન્ડને બરાબરી પર લાવી દીધું હતું.

Panchang

dd