• સોમવાર, 13 જુલાઈ, 2026

એજીવીપી દ્વારા એક લાખ વૃક્ષ વવાશે

સ્વામિનારાયણ ગુરુકુલ-મેમનગર સુવર્ણ જયંતીના ઉપક્રમે માધવપ્રિયદાસજી સ્વામી અને બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મહાઅભિયાનનો પ્રારંભ

અમદાવાદ, તા. 12 : છારોડી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યાલય પ્રતિષ્ઠાનમ (એસજીવીપી) સંકુલમાં રવિવારે સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરના સુવર્ણ જયંતી મહોત્સવના ઉપક્રમે ગુરુકુલ દ્વારા સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાયો હતો, જે અંતર્ગત એક લાખથી વધુ વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ આયોજનના પ્રેરક માધવપ્રિયદાસજી સ્વામી અને માર્ગદર્શક બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં હરિભક્તો, વિદ્યાર્થીઓ, સંસ્થાના પ્રતિનિધિઓ અને પ્રકૃતિપ્રેમીઓની હાજરીમાં મંત્રોચ્ચાર સાથે આ અભિયાને ખુલ્લું મુકાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ મા કે નામ અભિયાન અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના એક કરોડ વૃક્ષારોપણના મહાસંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે, જેના દ્વારા ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળો અને પ્રદૂષણમુક્ત બનાવી હરિયાળી લોકસભાનું ઉદાહરણ પૂરું પાડવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે. આગામી દિવસોમાં માત્ર વૃક્ષો જ નહીં, પરંતુ દરેક વૃક્ષનું જતન કરીને પ્રકૃતિની રક્ષા કરવાનો મજબૂત સંદેશ પણ સમાજમાં પ્રસારિત કરાશે. ગ્લોબલ વોર્મિંગના આ વર્તમાન યુગમાં પ્રકૃતિનું સંતુલન જાળવવા માટે આવા સામૂહિક પ્રયાસો ખૂબ જ અનિવાર્ય છે.

Panchang

dd