• સોમવાર, 13 જુલાઈ, 2026

મુંદરા અને રેહાની સીમમાં જુગારના બે દરોડામાં આઠ પકડાયા : ત્રણ નાસ્યા

ભુજ, તા. 12 : મુંદરામાં ગંજીપાના વડે અને ભુજ તાલુકાના રેહાની સીમમાં ધાણીપાસા વડે જુગારના બે દરોડામાં પોલીસે આઠ ખેલીને ઝડપી પાડયા હતા જ્યારે રેહા સીમના દરોડામાં ત્રણ જુગારી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. મુંદરાના મહાવીરધામ સોસાયટીમાં આવેલા ખુલ્લા પ્લોટમાં આજે બપોરે ગંજીપાના વડે જુગાર રમતા પ્રવીણ પૂંજાભાઇ મહેશ્વરી, બાબુનાથ મોહનનાથ નાથબાવા, અબુબખર ઉમર કુંભાર, શ્રવણ ભાગુનાથ નાથબાવા, જગદીશનાથ પ્રભુનાથ નાથબાવા (રહે. તમામ બારોઇ) અને સુરેશ ખમુ મહેશ્વરી (લુણી)ને રોકડા રૂા. 10,810ના મુદ્દામાલ સાથે મુંદરા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી જ્યારે રેહા સીમમાં ચાવડા ફાર્મ પાછળ બાવળોની ઝાડીમાં આજે સાંજે ધાણીપાસા વડે જુગાર રમતા ડાયાલાલ ગોવિંદ મહેશ્વરી, હાસમ ઇબ્રાહીમ થેબા (રહે. બંને રેહા મોટા)ને પદ્ધર પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે ભુરુભા જીલુભા જાડેજા (મોટા રેહા), નરસિંહ ઉર્ફે નવીન વાલજી મહેશ્વરી, રમેશ ઉર્ફે ભીખો લાલજી મહેશ્વરી (રહે. બંને નાના રેહા) નાસી છૂટયા હતા. દરોડા દરમ્યાન પોલીસે રોકડા રૂા. 10,700, બે મોબાઇલ કિં. રૂા. 10,000 તથા બે મોટર સાઇકલ કિં. રૂા. 40,000 એમ કુલે રૂા. 60,700નો મુદ્દામાલ કબજે લઇ સાતે સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

Panchang

dd