• સોમવાર, 13 જુલાઈ, 2026

ગાંધીધામ : ઘરમાં ઘૂસી લૂંટ ચલાવનારા પૈકી સાત શખ્સને રાઉન્ડઅપ કરાયા

ગાંધીધામ, તા. 12 : શહેરના સેકટર-6, ગણેશ નગરમાં આવેલા એક મકાનમાં ઘૂસી તોડફોડ કરી મહિલાને માર મારી રોકડ રૂા. 12,000 તથા દ્વિચક્રીય વાહનની લૂંટના બનાવમાં પોલીસે સાત જેટલા આરોપીઓને રાઉન્ડઅપ કર્યા હોવાનું સપાટી ઉપર આવ્યું છે. શહેરના ગણેશનગરમાં રહેતા ફરિયાદી ચેતનાબેન ગોવિંદ ડાયાલાલ ચંદે (મહેશ્વરી) તથા તેમના સાસુ બપોરે ઘરે હતા ત્યારે 20થી 25 વર્ષના અમુક શખ્સો ધોકા લઇને ઘરમાં ઘૂસી આવ્યા હતા ને વાસણ ધોતા કામ કરનાર મહિલા ભાવનાબેનને ધોકા વડે માર માર્યો હતો. બાદમાં ધોકા, છરી સાથે આવેલા આ શખ્સોએ ગવલો કયાં છે કહીને ઘરમાં ઘૂસી તોડફોડ કરી રોકડ રૂા. 12,000ની લૂંટ કરી હતી. બાદમાં જતાં જતાં જ્યુપીટર નં. જી.જે.-39-જે-8959 પણ લૂંટતા ગયા હતા. ઇકો નંબર જી.જે. -36-એ.જે.- 4738 તથા બે બાઇક ઉપર આવેલા આ શખ્સો નાસી ગયા હતા. આ બનાવ બહાર આવતા પોલીસમાં દોડધામ થઇ પડી હતી. પોલીસે તપાસ હાથ ધરીને સાત જેટલા શખ્સોને રાઉન્ડઅપ કરી લીધા હોવાનું બહાર આવ્યું હતું.

Panchang

dd