શંકરાચાર્ય સ્વામી
વાસુદેવાનંદજી સરસ્વતીની ઉપસ્થિતિમાં શિલાન્યાસવિધિ સંપન્ન : ભાવિકો બહોળી સંખ્યામાં
જોડાયા
દેવેન્દ્ર વ્યાસ
દ્વારા
માંડવી,
તા. 12 : નાના રતાડિયા ખાતે
બિરાજમાન શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિરના જીર્ણોદ્ધાર અર્થે શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ
સરસ્વતીની નિશ્રા અને આશીર્વાદ સાથે શિલાન્યાસથી શિખર-ધ્વજારોહણના સંપૂર્ણ દાતા ફરાદીના
અનિલકુમાર મણિશંકર પેથાણી (કારા જ્વેલર્સ)ના હસ્તે અને ગાદીપતિ મહામંડલેશ્વર કલ્યાણાનંદગિરિજી
મહારાજ સંગાથે શિલાન્યાસ અવસર સંપન્ન થયો હતો. આ પૂર્વે શાત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર
સાથે પૂજન કરાયું હતું. કચ્છની અધિષ્ઠાત્રી આઈ આશાપુરાના સરિતાના રમ્ય કિનારે બેસણા
તીર્થ સ્થાને આજીવન ઉપવાસી, મહા તપસ્વી અને જૂના અખાડા સાધુ સમાજના પૂર્વ સભાપતિ બ્રહ્મલીન ગિરિજાદત્તગિરિજી
મહારાજની સાધકભૂમિ શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિરના નૂતનીકરણ સાથે જીર્ણોદ્ધાર અવસરે
શંકરાચાર્યએ નિશ્રા નસીબ કરાવી આશીર્વાદ આપતાં મહામંડલેશ્વર કલ્યાણાનંદગિરિજીના સમણા
અને દિશા-દોરવણીમાં આજે સવારે 43 જેટલી
ઈંટોના પૂજન સાથે મંજુલાબેન મણિશંકર પેથાણી પરિવાર (ફરાદી)ના અનિલકુમારભાઈ (કારા જ્વેલર્સ, દુબઈ)એ અર્ધાંગિની કાશીબેન સહ પુત્રો
પ્રાંશુ અને જોય સહપરિવારે પ્રમુખ ધર્મલાભ લીધો હતો. આ પૂર્વે શમિયાણામાં ઈંટ પૂજન
બાદ શિલાન્યાસ કરાવાયો હતો. તાજેતરમાં સાપ્તાહિક જ્ઞાનયજ્ઞ પારાયણ અને વિશાળ મણિરત્નમ
ભોજનશાળા સાકાર કરાવ્યા પછી આ પેથાણી પરિવારે વધુ એકવાર ધર્માનુરાગી તરીકે સાક્ષાતકાર
કરાવ્યો હતો. આરંભમાં શિવ અને મહાલક્ષ્મી મંદિર તદુપરાંત 39 જેટલા શિખરબંધ દેવાલયોના શિલાન્યાસમાં ટ્રસ્ટી સમાજીભાઈ
નાકરાણી, વસંતભાઈ ભદ્રા, મનોજભાઈ અમૃતિયા દંપતી ઉપરાંત આસ્થાળુ પરિવારોએ ધર્મલાભ લીધો હતો. શિવ-શક્તિ
ઉપરાંત દશવિદ્યાઓ સહિતના નૂતનીકરણ વિસ્તૃતીકરણને મોટી સખ્યામાં ભાવિકોએ અહોભાવ અનુભવ્યો
હતો. પૂર્વ સંધ્યાએ અભયસેનસૂરિ મ.સા.એ રસાળ શૈલીમાં શ્રીયંત્રનું મહાત્મ્ય સમજાવતાં
ઋષિ પરંપરાથી ચાલી આવતી એ ભાવનાને શ્રીયંત્રને માતા મહાલક્ષ્મીના ભૌતિક સ્વરૂપને આર્થિક
સમૃદ્ધિ અને સકારાત્મક ઉન્નતિના સંચાર રૂપ મૂલવ્યું હતું. સવારે અંતિમ ચરણમાં ધારાસભ્ય
અનિરુદ્ધભાઈ દવેએ ઉપસ્થિત રહીને શંકરાચાર્યજી મહારાજના આશીર્વાદ કેશવજી રોશિયા સાથે
લીધા હતા. દાતા પરિવાર વતી વ્યવસ્થા જાળવતા કીર્તિભાઈ ગોર, ટ્રસ્ટી
મંડળના સામજીભાઈ નાકરાણી, વસંતભાઈ ભદ્રા, બટુકસિંહ જાડેજા, દેવેન્દ્ર વ્યાસ, રણજીતસિંહ જાડેજા, મનોજભાઈ અમૃતિયા, અરજણભાઈ નાકરાણી ઉપરાંત ભરતભાઈ બોડા, જયંતીલાલ જોશી,
હિતેષભાઈ ચૌહાણ (એડવોકેટ), દિલીપભાઈ શાહ,
કનુભા જાડેજા, સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ
ગઢવી, યુવરાજસિંહ જાડેજા, ખુમાણસિંહ જાડેજા,
સંજયગિરિ ગોસ્વામી, રતનશીભાઈ નાકરાણી, પ્રતાપભાઈ ભદ્રા, નરેન્દ્ર પીઠડિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, હરિશ્ચંદ્રસિંહ જાડેજા,
મુરૂભા જાડેજા, હરદાસ ગઢવી સહિત બહોળી સંખ્યામાં
ભાવિકોએ ધર્મલાભ લીધો હતો. ગત રાત્રે કીર્તિભાઈ ગોરના શ્રીયંત્ર પૂજન બાદ માઈ સ્તવન
કરાવાયું હતું.