• સોમવાર, 13 જુલાઈ, 2026

વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર ટોચના ક્રમની 4 ટીમ સેમિ ફાઇનલમાં

ન્યૂયોર્ક, તા.12: ફીફા વર્લ્ડ કપ-2026નો સેમિ ફાઇનલનો તખતો ઘડાઈ ચૂક્યો છે. ટૂર્નામેન્ટની આખરી ચાર ટીમ નક્કી થઈ ગઈ છે. આ સાથે જ એવો રેકોર્ડ બન્યો છે જે પાછલા 96 વર્ષના ફીફા વર્લ્ડ કપના ઈતિહાસમાં બન્યો નથી. ફીફા ક્રમાંકની ટોચની ચાર ટીમ ફ્રાંસ (નંબર-1), આર્જેન્ટિના (નંબર-2), સ્પેન (નંબર-3) અને ઇંગ્લેન્ડ (નંબર-4) સેમિ ફાઇનલમાં પહોંચી છે. વર્લ્ડ કપમાં મોટાભાગે ટોચના ક્રમની ટીમો ઉલટફેરનો ભોગ બની બહાર થતી જોવા મળે છે, પણ આ વખતે ફીફા વિશ્વ ક્રમાંકની ટોચની ચાર ટીમ સેમિ ફાઇનલમાં પ્રવેશી છે. સેમિ ફાઇનલમાં પહોંચનારી ત્રણ ટીમ યુરોપીયન છે જ્યારે આર્જેન્ટિના દ. અમેરિકી ટીમ છે

Panchang

dd