• સોમવાર, 13 જુલાઈ, 2026

સર્વેશ ડાયમંડ લીગમાં હાઈ જમ્પમાં મેડલ જીતનારો ભારતનો પહેલો ખેલાડી

નવી દિલ્હી, તા.12 : ભારતના એથ્લેટ સર્વેશ કુશારેએ મોનાકો ડાયમંડ લીગમાં ઈતિહાસ રચ્યો છે. હાઇ જમ્પ (ઊંચી કૂદ)માં 31 વર્ષીય સર્વેશ કુશારે શાનદાર દેખાવ કરીને ત્રીજાં સ્થાને રહ્યો હતો. પ્રતિષ્ઠિત ડાયમંડ લીગમાં હાઇ જમ્પમાં ચંદ્રક (કાંસ્ય) જીતનારો તે ભારતનો પહેલો ખેલાડી બન્યો છે. ડાયમંડ લીગમાં ભારત તરફથી અત્યાર સુધી ફક્ત 3 ખેલાડી જ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. જેમાં સ્ટાર એથ્લેટ નિરજ ચોપરા (ભાલા ફેંક), મુરલી શ્રીશંકર (લાંબી કૂદ) અને વિકાસ ગૌડા (ચક્ર ફેંક) સામેલ છે. હવે આ સૂચિમાં હાઇ જમ્પના ખેલાડી સર્વેશ કુશારેનું નામ સામેલ થયું છે. તેણે મોનાકો ડાયમંડ લીગમાં વિશ્વના ટોચની ખેલાડીઓની હાજરી વચ્ચે 2.26 મીટર ઊંચો કૂદકો લગાવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ દરમિયાન તેણે ટોકયો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટ કતરના મુતાજ બરશિમ અને અમેરિકાના જુવોન હેરિસન જેવા દિગ્ગજ એથ્લેટને પાછળ રાખી દીધા હતા. યૂક્રેનના ઓલેહ ડોરોશચૂક 2.32 મીટર અને બ્રિટનનો જેક કિમાની 2.30 મીટર સાથે પહેલા-બીજા નંબર પર રહ્યા હતા.

Panchang

dd