લંડન, તા. 12: યાસ્તિકા ભાટિયાની
ઐતિહાસિક સદીની મદદથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ એકમાત્ર મહિલા ટેસ્ટમાં ભારતીય ટીમે વિજય તરફ
આગેકૂચ કરી હતી. મેચના આજે ત્રીજા દિવસે ભારતે તેનો બીજો દાવ 7 વિકેટે 341 રને
ડિક્લેર કર્યો હતો. આથી ઈંગ્લેન્ડ મહિલા ટીમને 4પ7 રનનો કઠિન વિજય લક્ષ્યાંક મળ્યો હતો, જેનો પીછો કરતાં ઇંગ્લેન્ડની શરૂઆત
નિરાશાજક રહી હતી અને રમત બંધ રહી ત્યારે 80 ઓવરમાં 130 રનમાં છ વિકેટ ગુમાવી
દીધી હતી. આમ ઈંગ્લેન્ડ પાસે હવે માત્ર ચાર વિકેટ બચી છે અને જીત માટે 327 રનનો કપરો લાંબો પંથ કાપવાનો પડકાર છે. આ પહેલાં આજે
યાસ્તિકા ભાટિયાએ ઈતિહાસ રચ્યો હતો. તે ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડસ મેદાન પર સદી
કરનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની હતી. યાસ્તિકા ભાટિયા તેની પહેલી ટેસ્ટ સદી ફટકારી
1પ8 દડામાં
14 ચોગ્ગા સાથે 113 રને
આઉટ થઇ હતી. આ સિવાય સ્મૃતિ મંધાનાએ બીજા દાવમાં પણ અર્ધસદી કરી હતી. તેણી 70 રને આઉટ થઇ હતી. ઋચા ઘોષ ઝડપી પ0 રને અણનમ રહી હતી. ભારતીય મહિલા ટીમે 86.3 ઓવરમાં 7 વિકેટે
341 રને બીજો દાવ ડિક્લેર કર્યો હતો. ઇંગ્લેન્ડની સોફી
એકલ્સટને પ વિકેટ ઝડપી હતી. ભારતીય મહિલા ટીમના પ્રથમ દાવમાં 28પ રનના જવાબમાં ઈંગ્લેન્ડ ટીમ 170 રને ઓલઆઉટ થઇ હતી. બીજા દાવમાં ઈંગ્લેન્ડની સુકાની
નેટ સીવર બ્રન્ટ સહિત અગ્રહરોળ ભારતીય બોલિંગ આક્રમણ સામે કડડડભૂસ થઈ જતાં સાવ 130 રનમાં અડધોઅડધ ટીમ પેવેલિયનમાં બેસી ગઈ હતી.