• સોમવાર, 13 જુલાઈ, 2026

ગાંધીધામ : ખંડણી પ્રકરણે વધુ બે આરોપીની અટક

ગાંધીધામ, તા. 12 : શહેરના મુસ્લિમ અગ્રણી પાસે ખંડણી માગવાના તથા પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા મેસેજના પ્રકરણમાં પોલીસે વધુ બે આરોપીની અટક કરી તેમને જેલ હવાલે કરાયા હતા. અહીંના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ અગાઉ એ-ડિવિઝન પોલીસ મથકે ખંડણી તથા પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા મેસેજ અંગે ફરિયાદ નોંધાવી હતી જે અનુસંધાને પોલીસે જે-તે વખતે અમુક શખ્સોની અટક કરી હતી. દરમ્યાન ગઇકાલે ભુજના તાહીર રમજુ ભટ્ટી તથા ઇરફાન નૂરમામદ કાનિયાની ધરપકડ કરવામાં આવી હતી. આ બંનેને કોર્ટમાં રજૂ કરાયા બાદ બંનેને જેલ હવાલે કરાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Panchang

dd