અમદાવાદ, તા. 12 (અમારા પ્રતિનિધિ
તરફથી) : ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફાઈવ મિલિયન ટ્રી અંતર્ગત અંદાજે 1.25 કરોડ
વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ તેમજ એએમસી,
ઔડા તથા માર્ગ અને મકાન વિભાગના મળીને અંદાજિત રૂા. 405 કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ
અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ સાયન્સ સિટી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 101 અૉક્સિજન પાર્ક
તથા 155 એસી ઈલેક્ટ્રિક ઇછઝજ-અખઝજ બસનું લોકાર્પણ પણ કરવામાં
આવ્યું હતું. અમિત શાહે જણાવ્યું હતું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અને અમદાવાદ શહેરમાં
પર્યાવરણના સંરક્ષણ અને પૃથ્વીના સંવર્ધન માટે એક અભૂતપૂર્વ જન અભિયાન હાથ ધરવામાં
આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે એક જ દિવસમાં 1,25,93,513 વૃક્ષો રોપવાનું ભગીરથ કાર્ય પૂર્ણ કરીને એક નવો વિક્રમ સ્થાપવાની નેમ વ્યક્ત કરી હતી.
તેમણે વડાપ્રધાનના `વન સાથે જન અને
પ્રકૃતિ સાથે પ્રગતિ'નો મંત્ર દોહરાવતા કહ્યું હતું કે આ તમામ વૃક્ષોમાં ગોરસ આંબલી, સીસમ, વડ, પીપળો જેવાં વૃક્ષોનો
સમાવેશ થાય છે. જે પ્રત્યેક વૃક્ષ ઓછામાં ઓછું 100 વર્ષ કરતાં વધુ આયુષ્ય ધરાવે છે. આમ, આજે રોપેલાં આ વૃક્ષો આવનારી અનેક
પેઢીઓને છાંયડો આપશે, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને પર્યાવરણની જાળવણી સાથે વિકાસ કરવાનું
નવું દિશાદર્શન આપ્યું છે. વડાપ્રધાનએ આપેલા વન સાથે જન અને પ્રકૃતિ સાથે પ્રગતિના
અભિગમને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સાકાર કરવામાં આવી
રહ્યો છે.