40 દિવસથી ગંગાજળની કાવડ લઇ પગપાળા આવી પહોંચ્યા
નખત્રાણા, તા. 12 : માંડવી તાલુકાના
હમલા (મંજલ)થી હરિદ્વાર ગયેલા કાવડયાત્રી પરત આવતાં તેમનું સન્માન કરાયું હતું. કચ્છ
વાંઢાયની ઊજળી હરિહર સંત પરંપરા મૂળ ગાદી માંડવી તાલુકાના હમલા મંજલ (હમલાપુરી)ના બ્રહ્મલીન
સંત દેવાસાહેબ (મહંત હરિહર હમલાપુરી આશ્રમ) ગામથી ઉત્તરાખંડના પતિતપાવનીમાં ગંગાજીના
તટપરના તીર્થરાજ હરિહરની યાત્રાએ ગયેલા ભરતસિંહ જાડેજા સાથે શત્રુઘ્નસિંહ જાડેજા, રણજિતસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ ઝાલા હરિદ્વારથી યાત્રા કરીને છેલ્લા 40 દિવસથી ગંગાજળની કાવડ લઇ પગપાળા પ્રસ્થાન થઇ આવી પહોંચ્યા, ત્યારે પદયાત્રી કાવડધારીઓનું અભિવાદન
કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન ગોસ્વામી,
રોહા સુમરીના સરપંચ નીતિનગિરિ ગોસ્વામી પૂર્વ સરપંચ ઇન્દ્રજિતસિંહ વાઢેર
દ્વારા રામપર વેકરા ગંગાજી મધ્યે અભિવાદન સ્વાગત સાથે આવકારવામાં આવ્યા હતા.