• સોમવાર, 13 જુલાઈ, 2026

લખપત તા.પંચાયતની વિવિધ સમિતિના હોદ્દેદારો વરાયા

નવનિયુક્ત ચેરમેનોને શુભેચ્છા પાઠવાઇ

દયાપર, તા. 12 : લખપત તાલુકા પંચાયતની કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની બેઠક યોજાઇ હતી. કારોબારી સમિતિના ચેરમેન પદે પુષ્પાબેન ભવાનભાઇ લીંબાણીની વરણીની દરખાસ્ત રાજેશગર ગુંસાઇએ રજૂ કરી, જેને રતુબેન મારાજે ટેકો આપતાં ચેરમેનપદે પુષ્પાબેન ભવાનભાઇ લીંબાણીની વરણી કરાઇ હતી, તો સામાજિક ન્યાય સમિતિની બેઠકમાં માધાભાઇ રાઠોડે ચેરમેન તરીકે જેઠાભાઇ થાવરભાઇ મહેશ્વરીના નામની દરખાસ્ત મૂકી હતી. જેને ગંગાબેન બલિયાએ ટેકો આપ્યો હતો. બંને નવનિયુક્ત ચેરમેનને તાલુકા પંચાયતના પ્રમુખ ગંગાબેન બલિયા, ઉપપ્રમુખ હુશેનભાઇ પઢિયાર, દંડક રતુબેન મારાજ, શાસક પક્ષ નેતા કરણાભાઇ રબારી, તા. પંચાયત સદસ્ય ફાતમાબેન જત, અબ્દુલ કરીમ જત, રાજેશગર ગુંસાઇ, લખપત તાલુકા ભાજપના પ્રભારી રાજેશભાઇ પલણ, સરહદ ડેરીના ડાયરેક્ટર હસમુખભાઇ પટેલ, રાજુભાઇ સરદાર, નીતિનભાઇ પટેલ, જિ.પં. સદસ્યના પ્રતિનિધિ વિક્રમસિંહ સોઢા, મોડભાઇ સુમરા, જશુભા જાડેજા, હાજી સલેમાન પઢિયાર, કુલદીપસિંહ ચાવડા, અરવિંદ ચાવડા, મયૂરસિંહ જાડેજા, મામદભાઇ સોતા, અબ્દુલભાઇ જત, મેઘજીભાઇ બલિયા, ઇશાકભાઇ સુમરા, ભવાનભાઇ પટેલ તથા અન્ય આગેવાનોએ શુભકામનાઓ પાઠવી હતી.

Panchang

dd