• સોમવાર, 13 જુલાઈ, 2026

મુંદરામાં ખાનગી કંપનીના યાર્ડમાંથી 7.84 લાખના કેબલની ઉઠાંતરી

ભુજ, તા. 12  :  મુંદરામાં અદાણી સોલાર કંપનીના યાર્ડમાંથી 7.84 લાખના વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. મુંદરા વિસ્તારમાં આવેલા અદાણી સોલાર કંપનીના ઓપન સ્ટોરેક કેબલ યાર્ડમાંથી ચોરી થઈ હતી. ફરિયાદી  દિનેશકુમાર ઠાકરશીભાઈ અમૃતિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોઈ ચોર ઈસમો દ્વારા કંપનીમાં યાર્ડમાં રાખવામાં આવેલા 200 મીટર આઈકોર બ્લૂ વાયર કિંમત રૂા. 2,93,400 તથા અન્ય 150 મીટર વાયર 4,90,800 મળી કુલ્લ 7,84,200ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી.  મુંદરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Panchang

dd