• સોમવાર, 29 એપ્રિલ, 2024

હુમલા પછી અડધી દુનિયા ઈરાન પર ભડકી

નવી દિલ્હી, તા.1 : ઈરાને આશરે 200 જેટલા ડ્રોનથી હુમલો બોલાવ્યા બાદ ઈઝરાયલ ભડકી ઉઠયું છે. અમેરિકા અને બ્રિટન સહિત અડધી દુનિયા ઘટનાક્રમ સામે અકળાઈ ગઈ છે અને ઈરાનની કઠોર નિંદા પણ કરી છે. ઈઝરાયલ હુમલાનો બરાબરીનો જવાબ આપવા હુંકાર કરી રહ્યું છે પણ હજી સુધી તેનાં તરફથી કાર્યવાહી કેવી રહેશે તેનો કોઈ અણસાર આપવામાં આવ્યો નથી. તો સ્થિતિ નિરંકુશ યુદ્ધમાં પલટાતી અટકે તે માટે સંયુક્તરાષ્ટ્ર તરફથી આપાત બેઠક બોલાવવામાં આવી છે અને તેમાં સ્થિતિની ચર્ચા કરવામાં આવશે.વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ યુદ્ધ કેબિનેટની તાકીદની બેઠક બોલાવીને તનાવની સ્થિતિની ચર્ચા કરી હતી. તો બીજીબાજુ બેહદ નાજુક સંજોગોને ધ્યાને લેતા સંયુક્તરાષ્ટ્ર દ્વારા યુદ્ધની સ્થિતિ નિવારવા માટે આપાતકાલીન મીટિંગ બોલાવી લેવામાં આવી છે. બેઠક સંયુક્તરાષ્ટ્રનાં મુખ્યાલયમાં યોજાશે. ઈરાનનાં હુમલામાં ઈઝરાયલને કેટલી નુકસાની થઈ છે તેનો કોઈ સટિક અંદાજ હજી બહાર આવ્યો નથી. ઈરાનની કાર્યવાહી પછી અમેરિકા અને બ્રિટન જેવા શક્તિશાળી દેશોએ ઈઝરાયલને પોતાનું સમર્થન જાહેર કર્યુ છે. જો કે અમેરિકાએ સ્પષ્ટ પણ કરી દીધું છે કે, જો ઈઝરાયલ વળતો હુમલો કરશે તો અમેરિકા તેમાં સહયોગ આપશે નહીં. ભારતનું કહેવું છે કે, બન્ને દેશો વચ્ચે વધી રહેલી શત્રુતાથી ભારત ગંભીર રુપે ચિંતિત છે. ઈઝરાયલનાં પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ કહ્યું છે કે, તાજેતરનાં સમયમાં ઈઝરાયલે ઈરાનનાં હુમલાની તૈયારીઓ કરી હતી. ઈઝરાયલે રક્ષાત્મક વ્યવસ્થાઓ ગોઠવેલી છે. આવી રીતે ઈઝરાયલ આક્રમકતા માટે પણ સજ્જ છે. અમેરિકાએ ખુલીને ઈઝરાયલને સમર્થન જાહેર કર્યુ છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડને તમામ કામો પડતા મૂકીને નેતન્યાહૂની પડખે રહેવાની જાહેરાત કરી દીધી હતી. નેતન્યાહૂએ કહ્યું હતું કે, અમેરિકા સાથે બ્રિટન, ફ્રાન્સ સહિતનાં અન્ય દેશોનાં સમર્થનની ઈઝરાયલ સરાહના કરે છે. ઈઝરાયલ ઉપર હુમલા પછી બ્રિટન સહિતનાં દેશોએ ઈરાનનાં પગલાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. બ્રિટિશ પ્રધાનંમંત્રી ઋષિ સુનકે કહ્યું હતું કે, ઈઝરાયલ વિરુદ્ધ ઈરાની શાસને કરેલી બેદરકાર કાર્યવાહીની નિંદા કરવામાં આવે છે. હુમલાથી તનાવ અને અસ્થિરતા વધશે. ઈરાને ફરી એકવાર બતાવી દીધું છે કે, તે પોતે અરાજકતા ફેલાવવાનો ઈરાદો રાખે છે. ભારતનાં વિદેશ મંત્રી એસ.જયશંકરે ઈઝરાયલ અને ઈરાનમાં પોતાનાં સમકક્ષો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જયશંકરે સોશિયલ મીડિયા એક્સ ઉપર લખ્યું હતું કે, ઈઝરાયલનાં વિદેશ મંત્રી કાટ્ઝ સાથે ફોન ઉપર વાત કરવામાં આવી હતી અને આમાં ભારતની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વાતચીતમાં વ્યાપક ક્ષેત્રીય સ્થિતિની ચર્ચા થઈ હતી અને બન્ને વચ્ચે સંપર્કમાં રહેવાની સહમતી બની હતી. ભારતે ઘટનાક્રમોમાં તાત્કાલિક તનાવ ઓછો કરવા અને સંયમ વર્તવાની અપીલ બન્ને દેશોને કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang