• મંગળવાર, 30 એપ્રિલ, 2024

પાકમાં શીખ યુવક પર અત્યાચાર

અમૃતસર, તા. 15 :  પાકિસ્તાનમાં બૈસાખીના તહેવારની ઉજવણી કરતી વખતે એક શીખ વ્યક્તિને નિર્વત્ર કરીને ગંભીર રીતે મારવામાં આવ્યો હતો. એટલું નહીં, પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠન તહરીક--લબૈક પાકિસ્તાન ટીએલપીએ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ભાજપ નેતા મનજિન્દર સિરસાએ વીડિયો સોશિયલ મીડિયા (એક્સ) પર પોસ્ટ કર્યો છે અને ભારત સરકાર પાસે કાર્યવાહીની માંગ કરી છે. વીડિયો પોસ્ટ કરતી વખતે સિરસાએ લખ્યું- `પાકિસ્તાન'માંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક શીખ પુરુષને નિર્વત્ર કરીને તેને માર મારવામાં આવી રહ્યો હતો અને તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. પગ બાંધેલા હતા. પાઘડી ઉતારી નાખી હતી. ત્યારબાદ તેને લાકડીઓ વડે માર માર્યો હતો. વીડિયોમાં તહરીક--લબૈક પાકિસ્તાનનો લોગો જોવા મળે છે. મને કહેવામાં આવ્યું કે કટ્ટરપંથીઓએ એક નિર્દોષ શીખને માર માર્યો, કારણ કે તે બૈસાખીની ઉજવણી કરી રહ્યો હતો. એસજીપીસી સચિવ પ્રતાપ સિંહે કહ્યું હતું કે, એક નિંદનીય ઘટના છે. વીડિયોના આધારે એસજીપીસી પાકિસ્તાન સરકારને પત્ર લખશે. પાકિસ્તાનમાં શીખો અને લઘુમતીઓ સાથે અમાનવીય વ્યવહાર યોગ્ય નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang