• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

સુવઇમાં અગાઉના ઝઘડાના મનદુ:ખે યુવાન પર હુમલો

ગાંધીધામ, તા. 13 : રાપરના સુવઇમાં બાઇક પર જઇ રહેલા યુવાન ઉપર બે શખ્સે પાઇપ વડે હુમલો કરતા યુવાનને હાથ-પગમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. ભચાઉના કકરવામાં રહેનાર અને મૂળ સુવઇના નવીન છગન મહેશ્વરી તથા અરવિંદ કરમશી મહેશ્વરી બાઇકથી સુવઇ આવી રહ્યા હતા, તેવામાં સરકારી સી.એચ.સી. પાસે ફરિયાદી નવીનને માથામાં અચાનક લાગતાં તે નીચે પડી ગયો હતો તેવામાં અરવિંદ ત્યાંથી નીકળી ગયો હતો અને ફરિયાદી ઉપર પ્રકાશ રામજી રાઠોડ તથા દીપક રામજી રાઠોડ નામના શખ્સોએ પાઇપ વડે આડેધડ માર માર્યો હતો. મારામારીના બનાવમાં ઘવાયેલા યુવાનને વધુ સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ લઇ જવાતાં તેને હાથ-પગમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી આ હુમલો કરાયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. 

Panchang

dd