• મંગળવાર, 15 જુલાઈ, 2025

ડાવરી નજીક બાઈક સ્લીપ થતાં ચાલકે જીવ ગુમાવ્યો

ગાંધીધામ, તા. 14 : રાપરના ડાવરી નજીક બાઈક સ્લીપ થતાં સત્યેન્દ્રસિંહ મુલાયમસિંહ તોમર નામના યુવાનનું મોત થયું હતું. ભચાઉના રતનપર ખડીરમાં સામજી બેચર વરચંદના મકાનમાં કામ ચાલતું હોવાથી શૈલેન્દ્રસિંઘ ઉદયવિરસિંઘ તોમર અને સત્યેન્દ્ર ત્યાં જ મજુરી કામ કરી ત્યાં જ રહેતા હતા. ટાઈલ્સ ફિટીંગનું કટીંગ પટ્ટો લેવા માટે તા. 13/7ના આ બંને નીકળ્યા હતા. બાઈક નંબર જી.જે. 12 ઈ એમ 5617થી આ બંને ડાવરી રવેચીનગર વચ્ચે પહોંચ્યા હતા ત્યારે વળાંક આવતા બાઈક સ્લીપ થતાં ગંભીર ઈજાઓના પગલે ચાલક સત્યેન્દ્રનું મોત થયું હતું. જયારે ફરિયાદીને ઈજાઓ થતાં તેને સારવાર અર્થે લઈ જવાયો હતો.

Panchang

dd