• મંગળવાર, 15 જુલાઈ, 2025

ભુજના દીનદયાળનગરમાં જુગાર રમતા ચાર પકડાયા

ભુજ, તા. 14 ગઇકાલે શહેરના માધાપર ધોરીમાર્ગ પરના દીનદયાળ નગરમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ચાર ખેલીને પોલીસે પકડી પાડયા હતા. ગઇકાલે સાંજે સાત વાગ્યાના અરસામાં દીનદયાળ નગરમાં ટાવરવાળી ગલીમાં જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા જયંતીભાઇ નારણભાઇ સોલંકી, જુમા સતાર સુમરા, ઇરફાન અકબર ખલીફા અને સતીષ રાકેશભાઇ દેવીપૂજક (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 10,280ના મુદ્માલ સાથે બી-ડિવિઝન પોલીસે ઝડપી કારયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Panchang

dd