ભુજ, તા. 14 : લાંબા
સમયથી બહુચર્ચિત પીપરીમાં ધમધમતી જુગાર કલબ ઉપર રાજ્યસ્તરની પોલીસ ટુકડીએ દરોડો પાડી
છ ખેલીને રૂા. 44,500 રોકડા સહિત
2.40 લાખના મુદ્માલ સાથે ઝડપી લીધા
હતા. જ્યારે 11 જુગારી નાસી છૂટયા હતા. આ બનાવ
બાદ જાહેરહિતમાં વહિવટી કારણોસર કોડાય પોલીસ મથકના પીઆઇ એચ.એમ. વાઘેલાની જખૌ મરીન અને
ત્યાંના પીઆઇ બી.પી. ખરાડીની કોડાય બદલી કરાયાના હુકમ પોલીસ અધીક્ષકે કર્યા છે. પીપરી
કબલના દરોડા પૂર્વે પણ લિસ્ટેટ બુટલેગર ત્રગડીના યુવરાજસિંહ અને ખાનાયના જીતુભાનો વિક્રમી
રૂા. 1.54 કરોડનો શરાબનો
જથ્થો કટીંગ થાય તે પહેલા જ તલવાણા પાસેથી એલસીબીએ ઝડપી પાડયો હતો. આ કોડાય પોલીસ અંધારામાં
રહ્યાનો ગણગણાટ ત્યારે પણ શરૂ થયો હતો. આ ઉપરાંત જખણીયા પાસે ભુજના યુવાનની પૈસાની
લેતી-દેતીના મુદે્ તેના જ કૌટુંબીક મામા તથા મામાના સાળાએ છરીના ઘા મારીને કરપીણ હત્યા
નીપજાવ્યાના બનાવ બાદ પણ કોડાય પોલીસે આરોપીઓને ઝડપી લીધા બાદ બનાવ અંગે કશો ફોડ પાડયો
નહોતો. સામાન્ય રીતે એવો શિરસ્તો છે કે, એસએસસી સફળ દરોડો પાડે એટલે જે-તે
પોલીસને જવાબદાર ઠેરવી પગલા લેવાતા હોય છે. જે પશ્ચિમ કચ્છમાં છેલ્લા થોડાક મહિનાથી
અમુક કિસ્સામાં દેખાયા પણ છે. આ વચ્ચે આજે એસપી વિકાસ સુંડાએ જાહેર હિતમાં વહિવટી કારણોસર
કોડાય પીઆઇ અને જખૌ મરીન પીઆઇની સામ-સામી બદલી કરાયાના હુકમ જારી કરતા આ હુકમને આ રીતે
જોવાઇ રહ્યું છે.