• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ચેક પરત કેસમાં કોર્ટમાં સતત ગેરહાજર આરોપીને એક વર્ષની સજા

માંડવી, તા. 30 : ચેક પરત ફરવા મામલે દાખલ કેસમાં અદાલત દ્વારા નાસતા ભાગતા આરોપી ભાવેશભાઇ બાવાભાઇ ઝીન્ઝાલા (ગામ-સીમર, તા. ઉના, ગીર સોમનાથ)ને તક્સીરવાન ઠરાવી સજાનો હુકમ કર્યો હતો. આ કેસની ટૂંક વિગત મુજબ માંડવી તાલુકાના ઉનડોઠના ફરિયાદી દેવાંધ હરિભાઇ ગઢવીએ મિત્રતાના નાતે આરોપીને 5,58,000 ઉછીના આપ્યા હતા. તેની સામે આરોપીએ ચેક આપ્યો હતો જે અપૂરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો. આરોપી વારંવાર પોતાને નિર્દોષ સાબિત કરવા તથા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયો હતો અને કોર્ટમાં ચાલતા કેસ દરમ્યાન કોર્ટની ટકોર પછી પણ સતત ગેરહાજર રહેતા આરોપીને તેની ગેરહાજરીમાં તક્સીરવાન ઠેરવી એક વર્ષની સજા તેમજ ચેકની રકમ એક માસમાં ભરપાઇ કરવાનો હુકમ માંડવીની કોર્ટએ કર્યો છે. માંડવીના ન્યાયાધીશ એડી. જ્યુ. મેજિ. સ્વાતિબેન રાજબીર સમક્ષ ચાલ્યો હતો.?ફરિયાદીના વકીલ તરીકે માંડવીના એડવોકેટ પ્રવીણ નારાણભાઇ ગજરા તથા મુંદરાના કૈલાશ કે. ગઢવી હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang