ગાંધીધામ, તા. 26 : ભચાઉના મણિનગર વિસ્તારમાં આવેલી
એક ઓરડીમાંથી પોલીસે રૂા. 2,72,800નો
અંગ્રેજી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જો કે આરોપી હાથમાં આવ્યો ન હતો. ભચાઉના મણિનગર
વિસ્તારમાં ઓરડીઓનો કબજો ધરાવતા વિક્રમસિંહ કિશોરસિંહ ભાટી નામના શખ્સે ઓરડીઓમાં દારૂ
સંતાડી રાખ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ આવતી હોવાની
ગંધ આવી જતા આ આરોપી ત્યાંથી સરકી ગયો હતો. દરમ્યાન આ ઓરડીમાંથી રોયલ ચેલેન્જરની 750 એમ.એલ.ની 53 બોટલ, ઓલ સિઝનની 12 બોટક, રોયલ સ્ટેગ 19 બોટલ, રોયલ ચેલેન્જના 432 કવાર્ટરિયા, ઓલ સિઝનના 48 કવાર્ટરિયા, કિંગ ફિશરના 40 ટીન એમ કુલ રૂા. 2,72,800નો દારૂ જપ્ત કરાયો હતો. કબજે
લેવાયેલ બોટલો પર ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલું હતું તથા બેચ નંબર છેકી નાખવામાં આવ્યા
હતા.