• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

પૂર્વ કચ્છમાં નવ ખેલીની ધરપકડ કરતી પોલીસ

ગાંધીધામ, તા. 4 : પૂર્વ કચ્છમાં પોલીસને જુગાર અંગેની બે કાર્યવાહી કરીને નવ શખ્સને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી કુલ રોકડ?રૂા. 16,790 જપ્ત કરાયા હતા. રાપર તાલુકાના કાનમેર ગામમાં નારૂદાન ગઢવીના મકાનના આંગણામાં ખેલીઓ પત્તા?ટીંચી રહ્યા હતા, ત્યારે અચાનક પોલીસ ત્રાટકી હતી અને નારૂદાન કરણીદાન ગઢવી, જુવાનસિંહ ભરતસિંહ જાડેજા, શક્તિસિંહ ભરતસિંહ જાડેજા, ગફુર હાસમ ધૈયડા, દેવનાથ બાબુનાથ ગુસાઇ, અબ્દુલ આમદ ઘાંચીને પકડી પાડયો હતો. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ?રૂા. 11,760 તથા ત્રણ મોબાઇલ એમ કુલ રૂા. 20,260નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. બીજી કાર્યવાહી ગાંધીધામના કાર્ગો એકતાનગરમાં કરવામાં આવી હતી. અહીંથી પોલીસે બાબુ ફકીર મકવાણા, જયંતી ભીખા ચૌહાણ તથા ભરત ડાયા પરમારને પકડી પાડયો હતો. જુગાર રમતા અને પોલીસના હાથે પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 5030 હસ્તગત કરાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang