• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ મુંદરાના કાયસ્થ મહેતા ગં.સ્વ. જ્યોતિબેન (ચંપુબેન) જિતેન્દ્રભાઇ મહેતા (ઉ.વ. 73) તે સ્વ. ગુણવંતીબેન ગુલાબરાય મહેતાના પુત્રી, સ્વ. મણિબેન બિહારીલાલ મહેતાના પુત્રવધૂ, સ્વ. જિતેન્દ્ર બિહારીલાલ મહેતા (પી.એચ.સી.-ભુજપુર)ના પત્ની, સ્વ. હિતેન મહેતાના માતા, અક્ષતના દાદી, ચંદ્રવદન ગુલાબરાય મહેતા (કવિ સારસ-ભુજ), ગં.સ્વ. કુમુદબેન (વીણાબેન) વસંતરાય મહેતા (નખત્રાણા)ના નાના બહેન તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : મૂળ લક્ષ્મીપર (તરા) હાલે કાંદીવલી-મુંબઈ પૂંજાબેન (પુષ્પા) ભરત નાકરાણી (ઉ.વ. 48) તે ભરત ધનસુખભાઈ નાકરાણીના પત્ની, મંજુલાબેન ધનસુખભાઈ નાકરાણીના પુત્રવધૂ, નિર્મળાબેન ગોપાલભાઈ મૂળજી રામાણી (વિભાપર હાલે મલાડ)ના પુત્રી, અવિ અને ગૌતમના માતા, શ્લોકાના જેઠાણી, પ્રીતિ ચેતન વાસાણીના ભાભી, પ્રીતિબેન, સુરેશભાઈ, જયેશભાઈ, અનુપભાઈ, વિજયભાઈના મોટા બહેન તા. 27-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-2-2026ના રવિવારે સાંજે 3.30થી 5 કડવા પાટીદાર સમાજવાડી, દોલતનગર, બોરીવલી ઈસ્ટ, મુંબઇ ખાતે.

ભુજ : મૂળ દેવીસરના કિશન પાયણ (ઉ.વ. 18) તે વિશ્રામભાઇ તથા માનાબેનના પુત્ર, ભાવના, ચેતના, કાજલ, જિજ્ઞેશના ભાઇ, સ્વ. પૂંજાભાઇ, મગીબેન, પરમાબેન રામજીભાઇ પાયણ, તેજીબેન શિવજી પાયણ, મગન હાજા પાયણ, કાંતિ હાજા પાયણ, નાનજી ખજૂર પાયણ, રવજી ખજૂર પાયણ, કાંતિ ખજૂર પાયણ, નારાણ ખજૂર પાયણ, ગોવિંદ ખજૂર પાયણના પૌત્ર, લખીબેન સુમાર બુચિયા (વડવા કાંયા), મંજુલાબેન ધનજી જેપાર (રાધનપર), કાંતા પ્રેમજી બડગા (બળદિયા), ધનુ ભીમજી આષાત (આવાસ), સવિતા શિવજી પરગડુ (નેત્રા), નયના પરષોત્તમ પાયણ, ભારતી ભીમજી પાયણ, ઉષા તુલસી પાયણ, ગીતા સંજય પાયણ, પ્રવીણ, અક્ષયના ભત્રીજા, ફકુ આચુ લઉઆ (રામપર-વે.)ના દોહિત્ર, પૂંજા ફકુ, ધનજી ફકુના ભાણેજ તા. 29-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 1-2-2026ના આગરી તથા તા. 2-2-2026ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાન રાવલવાડી, ભુજ ખાતે.

ભુજ : પ્રેમજીભાઇ કરશન ચાવડા (ઉ.વ. 82) તે સ્વ. મૂલબાઇ કરશન ચાવડાના પુત્ર, ચંદુબેનના પતિ, સ્વ. કમળાબેન સોલંકી, સ્વ. અમૃતલાલ, ભાગવતીબેન પરમારના ભાઇ, કારૂભા જાદવના જમાઇ, સ્વ. ભીખાલાલ, સ્વ. નાનજીભાઇ, સ્વ. બચુબેન, કાન્તિભાઇના બનેવી, જીતીદા, અનિતા, કીર્તિદાના પિતા, પરિમલ સિસોદિયા, દીપક સોલંકી, અમિત ડુડિયાના સસરા, આનંદ, કેતન, માનસીના મોટાબાપુ, પપ્પુના મામા, જ્યોત્સનાબેનના જેઠ, જાનકી, શૈલજા, પ્રિયાંશુ, હસ્તી, પ્રાચી, હેમના નાના, વિક્રમકુમારના નાનાજી, ચિરાયુકુમારના મોટા સસરા, પ્રિયોમના પરનાના તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-1-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 રાજપૂત સમાજવાડી, રાવલવાડી રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.

ભુજ : મૂળ રાપરના ઉર્મિલાબેન ગાવિંદજીભાઈ પંડિત (ઉ.વ. 68) તે ગાવિંદજીભાઈ વિઠલજીભાઈ પંડિતના પત્ની, મહેશભાઇ, મયૂરભાઈ, મિનાબેનના માતા, અરુણાબેન, નૂતનબેન, વિપુલકુમારના સાસુ, સ્વ. કલાવંતીબેન, કસ્તૂરીબેન, સ્વ. લીલાવંતીબેન, ઇશ્વરલાલ, પ્રવીણભાઇના ભાભી, જટાશંકરભાઇ નાગજીભાઈ કોટક (આડેસર)ના પુત્રી, સ્વ. મણિલાલ, ભચુલાલ, કાંતિલાલ, ચંપાબેન, પ્રભાબેનના બહેન, જેનિલ, રુદ્ર, કાવ્યા, આરવના દાદી, વૈસ્વી, ટ્વિશાના નાની તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-2-2026ના 

રવિવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : લાખા ઉમર ઉર્ફે ઉમલો (ઉ.વ. 43) તે મ. જુસબ આદમ લાખાના પુત્ર, સાજીદના પિતા, ઈલિયાસ (અલાભા), સલીમ, દાઉદ, મામદના ભાઈ, સુલેમાન ચવાણ (ગળપાદર)ના જમાઈ, અનવર સુલેમાન, રફીક સુલેમાનના બનેવી, લાખા ગની આદમ, મ. લાખા રઝાક, અબ્દુલ ઉર્ફે અધિયાના ભત્રીજા, ઈમરાન અઝીઝ પઠાણ (કેરા), નઝરુદ્દીન અબુબકર ચવાણ, રમજાન અબુબકર ચવાણ (ડોણ)ના સસરા, ઈરફાન, સાહિલ, ઈમ્તિયાઝ, ઈમરાન લાખાના કાકા, વસીમ અનવર હાલેપોત્રા, સાદીન ઈસ્માઈલ સમેજાના મામા તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-1- 2026ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ભીડનાકા બહાર, આઝાદનગર, ઈમામના ઓટા પાસે, ભુજ ખાતે.

આદિપુર : કાયસ્થ ગં.સ્વ. આશાબેન મુકુંદભાઈ મહેતા (ઉ.વ. 86) તે સ્વ. મુકુંદભાઈ કેશવજીભાઈ મહેતાના પત્ની, સ્વ. ભાનુમતી પ્રવીણચંદ્ર ભોગીલાલ મહેતાના પુત્રી, સ્વ. જગદીશભાઈ, સ્વ. પોપીબેનના બહેન, કાશીબેન કેશવજી પુરુષોત્તમ મહેતાના પુત્રવધૂ, સ્વ. જેલમબેન, તૃપ્તિબેન (અંજાર), શિલ્પીબેન (ભુજ), વિશ્વેશભાઇ મહેતા (જાદવ લોજિસ્ટિક), શિવાનીબેન (ભુજ)ના માતા, પ્રકાશભાઈ બૂચ, કમલેશભાઈ મહેતા, કાશ્મીરાબેન, રવિભાઈ મહેતાના સાસુ, દેવાંશી, દિયાના દાદી, ફેનિલ, અભય, મલય, દેવશ્રી, જિજ્ઞેશના નાની, અપૂર્વા, અપેક્ષાના નાનીજી, દ્વિતી તથા બબુના પરનાની અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-1-2026ના શનિવારે સાંજે 4.30થી 5.30 મૈત્રી સ્કૂલ ડોમ, આદિપુર ખાતે.

અંજાર : કમળાબેન (ઉ.વ. 77) તે મનસુખલાલ ઝાલાના પત્ની, સ્વ. ઝવેરબેન હરિલાલ ઝાલાના પુત્રવધૂ, સ્વ. ચંપકબેન શંભુલાલ સોલંકીના પુત્રી, આશાબેન (શા. નં. 17), વીણાબેન માણસાવાલા (અમદાવાદ), મનીષાબેન પઢિયાર (ગોંડલ હાલે અમદાવાદ), ધર્મેશભાઇ (ગાયત્રી ડેરી એન્ડ સ્વીટ્સ)ના માતા, કિન્નરી અને મિહિર ઝાલાના દાદી, મીત અને પાર્થના નાની, સપનાબેન ઝાલા, પ્રકાશકુમાર (માણસા), નિર્દોષકુમાર પઢિયાર (આર.એલ.સી.)ના સાસુ, સ્વ. વેલજી ઝાલા, સ્વ. શાંતિલાલ ઝાલાના પત્ની, ગં.સ્વ. સુશીલાબેન તથા મહેશ ઝાલા (રિટા. કે.પી.ટી.)ના ભાભી, સ્વ. મંજુલાબેન તથા ગં.સ્વ. સરલાબેન ઝાલાના દેરાણી, નીમાબેન ઝાલાના જેઠાણી, ગં.સ્વ. કુસુમબેન, સ્વ. મનહરલાલ, રાજેન્દ્રભાઇ, વંદનાબેન, નીલેશભાઇના બહેન, વસુબેન અને કલ્પનાબેનના નણંદ, ગં.સ્વ. પિનાબેન, સ્વ. રાજેશ, સ્વ. વિજય, રીટાબેન, વિપુલકુમાર જોષી, તરુણાબેન પ્રવીણકુમાર કોરડિયા, દીપક ઝાલા (પ્રમુખ, અંજાર ગાંછા જ્ઞાતિ), પ્રીતિબેન ઝાલા, ભાવના પ્રદ્યુમન ગોહિલ, વિશાલ, રશ્મિ, તપન ઝાલા (કોઠારા)ના કાકી, સોનુ, અલ્તાફ, શિરીન, ફિરોઝના માસી, નિતેષ, તુષાર સોલંકી (કે.પી.ટી.), નીતા કલ્પેશકુમાર શાહ, વિકાસ, સ્વ. પીયૂષ, રોહન, અવની, નીલેશકુમારના ફઇ તા. 29-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-1-2026ના શુક્રવારે સાંજે 4થી 5 ગુર્જર ક્ષત્રિય સમાજવાડી (પીરવાળી), અંજાર ખાતે.

અંજાર : જાગૃતિબેન હર્ષદભાઇ ચંદાણી (ઉ.વ. 51) તે હર્ષદભાઇ છગનલાલ ચંદાણી (નિવૃત્ત એસ.ટી. ડ્રાઇવર-અંજાર)ના પત્ની, ગં.સ્વ. ઇશ્વરીબેન તથા સ્વ. છગનલાલ ચંદાણીના પુત્રવધૂ, રેખાબેન જયપ્રકાશ રાઠી (વડગામ), ભરતભાઇ, રાજુભાઇ, જયેશભાઇના ભાભી, વીણાબેન, નિયતિબેન, બીનાબેનના જેઠાણી, ખ્યાતિ વિનોદભાઇ કચોરિયા (ભાભર)ના માતા, લલિતાબેન ઘનશ્યામભાઇ લધડ (માહેશ્વરી) (ભચાઉ)ના પુત્રી, સ્વ. પરેશભાઇ, નીલેશભાઇના બહેન, હિરેન્દ્ર, અર્પિતા, પ્રિતેશ, શુભમના કાકી, સાંનિધ્ય વિનોદભાઇ કચોરિયાના નાની તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-1-2026ના શુક્રવારે સાંજે 4થી 5 અંજાર શહેર ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા ખાતે.

મુંદરા : લાખા આઈશાબાઈ અબ્દુલ ગફુર (ઉ.વ. 58) તે લાખા અબ્દુલ ગફુર (ઉર્ફે-દાઉદભાઈ)ના પત્ની, ઈમરાન, ઈરફાનના માતા, અરમાન, અરફાત, સુમૈયાબાનુ, અલી ઔસત, ગૌષિયાના દાદી, જેનાબાઈ, અબ્દુલ સતાર જીયેજા, મ. રજાક લાખા, સલીમ લાખા, મ. મનસુર લાખા (ભુજ)ના ભાભી, અમીનાબાઈ ગની ગઈધર જુણેજા (મુંદરા), અદ્રેમાન, ઉમર, અલીમામદ શઠિયા (બાડા)ના બહેન તા. 29-1-2026ના અવસાન પામ્યા છે. વોયઝ-જિયારત તા. 31-1-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 ખરોત દરગાહ કમ્પાઉન્ડ, પરડઈ કબ્રસ્તાન પાસે, મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : ગં.સ્વ. અનસૂયાબેન બુધભટ્ટી તે સ્વ. માણેકબેન હરિરામ પોમલના પુત્રી, સ્વ. અરાવિંદભાઈ રામજીભાઈ બુધભટ્ટીના પત્ની, સ્વ. કાશીબેન તુલસીદાસ બુધભટ્ટીના દેરાણી, સંજીવ (રાજલક્ષ્મી ટ્રાવેલ્સ-ભુજ), નીલેશ (માધાપર), મિતેષ (રાજલક્ષ્મી જ્વેલર્સ-કુકમા)ના માતા, શીતલ, સપના, સુનિતાના સાસુ, ટીશા, સુમિત, ધ્રુવી, રાજ, રિયાના દાદી, મધુબેન પ્રફુલભાઇ પોમલ (પુના), સ્વ. બકુલભાઇ તુલસીદાસભાઇના કાકી, કુસુમબેન બકુલભાઇના કાકીસાસુ, સ્વ. રતનબેન પરસોત્તમભાઇ બિજલાણી (મુંબઇ), સ્વ. જશોદાબેન નેણશીભાઇ બારમેડા (દહીંસરા), ગં.સ્વ. હેમલતાબેન રમેશભાઇ પરમાર (સિકંદરાબાદ)ના ભાભી, સ્વ. વિઠ્ઠલદાસ પોમલ, સ્વ. બચુબેન ધનજીભાઇ કટ્ટા, સ્વ. ધીરુબેન નાનાલાલ કટ્ટા (રાજકોટ), સ્વ. કાંતિલાલભાઇ પોમલ, સ્વ. હીરાલાલભાઇ, સ્વ. જેન્તીલાલભાઇ, સ્વ. નવીનભાઇના બહેન, સ્વ. વિદ્યાબેન, ગં.સ્વ. કાંતાબેન, ગં.સ્વ. દમયંતીબેન, ગં.સ્વ. હેમલતાબેન, ગં.સ્વ. સરલાબેનના નણંદ તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-1-2026ના શુક્રવારે સાંજે 4થી 5 મારૂ કંસારા સોની જ્ઞાતિ મંડળ, 3, બાપા દયાળુ નગર, માધાપર જૂનાવાસ ખાતે.

કોટડા-ચકાર (તા. ભુજ) : મોંઘીબેન વિશ્રામભાઈ પોકાર (ઉ.વ. 89) તે નરોત્તમભાઈ, પરસોત્તમભાઈ, રમેશભાઈના માતા, નિર્માલાબેન, વનિતાબેન, હેમલતાબેનના સાસુ, મહેશભાઈ, વર્ષાબેન, હિરેનભાઈ, મોનિકાબેન, હેતલબેન, નેહાબેન, મોનિકભાઈના દાદી, નયનાબેન, ગીતાબેન, છાયાબેન, વિનોદભાઈ, સંદીપભાઈ, જયેશભાઈ, સંકેતભાઈના દાદીજી, અર્જુન, પર્વ, અર્પી, મનનના પરદાદી, દક્ષ, દીક્ષી, દેવ્ય, ધૃહી, રૂદ્રમ, રુદ્રાંશ, ક્રિશ્વા, શિવાંશના પરનાની, સ્વ. વાલજીભાઈ મનજી ભગત (થરાવડા)ના પુત્રી, સ્વ. કરમશીભાઈ, સ્વ. અરજણભાઇ, શામજીભાઈ, કંકુબેન, જશોદાબેનના બહેન તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 30, 31 અને 1-2-2026ના રમેશભાઈ વિશ્રામભાઈ પોકારના નિવાસસ્થાન કોટડા-ચકાર 

(તા. ભુજ) ખાતે.

કેરા (તા. ભુજ) : નોતિયાર હાસમ ઇસ્માઇલ (સાઇકલવાળા) (ઉ.વ. 70) તે મ. ફકીરમામદ ઇસ્માઇલ (હાજીપીર દરગાહના મુજાવર-કેરા)ના મોટા ભાઇ, અલ્તાફ, સલીમ, ઝુલ્ફીકારના પિતા તા. 29-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-1-2026ના સવારે 10થી 11 ખોજા ઇસ્માઇલી સમાજવાડી, કેરા ખાતે.

ગુંદિયાળી (તા. માંડવી) : સૈયદ અબુબકરશા જુસબશા (ઉ.વ. 30) તે જુસબશા અલિશાના પુત્ર, ફૈઝાનશાના મોટા ભાઈ, સૈયદ ઈમરાનશા, અકબરશા, ઇરફાનશાના ભત્રીજા, સૈયદ ગફુરશા (મોટી રાયણ)ના જમાઇ, સૈયદ હકીમશા મામદશા, સૈયદ અનવરશા ભાછામિયાના દોહિત્ર તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 1-2-2026ના રવિવારે સવારે 10થી 11 બસ સ્ટેશનની બાજુમાં, જામા મસ્જિદ, ગુંદિયાળી ખાતે.

ગુંદિયાળી (તા. માંડવી) : ઝવેરબેન રવિશંકર મોતા (ઉ.વ. 95) તે સ્વ. રવિશંકર રામજી મોતાના પત્ની, ચંદુલાલ, તુલસીદાસ, સ્વ. જેન્તીલાલ, સરસ્વતીબેન, નિર્મળાબેન માણેકલાલ, નર્મદાબેન વસંતલાલ, રુક્ષ્મણિબેન જેન્તીલાલના માતા, પાર્વતીબેન, દમયંતીબેન, ગં.સ્વ. કંચનબેનના સાસુ, સ્વ. નરશી, સ્વ. શિવજીના ભાભી, ગં.સ્વ. પૂરબાઇ, ગં.સ્વ. ગંગાબાઇના જેઠાણી, પ્રવીણા, નીના, મિત્તલ, ભક્તિ, કોમલ, જીની, મીરાં, મનીષ, મોહન, મિતેષ, વિશાલ, પ્રિયેનના દાદી, તરુણકુમાર, વિપુલકુમાર, પ્રકાશકુમાર, ચિંતનકુમાર, કિંજલકુમાર, લવેશકુમાર, શક્તિકુમાર, પારુલબેન, રિંકલબેન, આરતીબેન, મીનાબેનના દાદીસાસુ, રાધાબેન વેલજી પેથાણીના પુત્રી, સ્વ. અંબાશંકર, મણિશંકર, કનૈયાલાલ, ગં.સ્વ. કલાવંતીબેન, ગં.સ્વ. રુક્ષ્મણિબેનના બહેન, સ્વ. રસીલાબેન, સ્વ. કસ્તૂરબેન, સ્વ. લતાબેનના નણંદ તા. 29-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 31-1-2026ના બપોરે 3થી 5 મંગલાજ માતાજી કમ્પાઉન્ડ, ગુંદિયાળી ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : દામજી ખીમજી રંગાણી (ઉ.વ. 70) તે સ્વ. જાનબાઇ ખીમજી રંગાણીના પુત્ર, દમયંતીબેનના પતિ, રશ્મિબેન ધીરજ સેંઘાણી (રાજપર), કલ્પનાબેન મહેન્દ્ર માવાણી (ખીરસરા), મનીષાબેન ધર્મેશ વેલાણી (લુડવા), ભૂમિબેન હિરેન પરવાડિયા (ગઢશીશા), રિંકલબેન શ્યામ વાડિયા (શિરવા), ઉર્વીબેન ગૌતમ રામાણી (દેશલપર)ના પિતા, સ્વ. રતનશીભાઈ, ભીમજીભાઈ, સ્વ. મંજુબેન, સ્વ. ગોમાબેન ગંગારામ સેંઘાણી (ગઢશીશા), સ્વ. કાન્તાબેન પ્રેમજી રૂડાણી (રત્નાપર)ના ભાઈ, સ્વ. લખમશીભાઈ અરજણ ચૌધરી (દરશડી)ના જમાઈ તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-1-2026ના શનિવારે સવારે 8.30થી 11.30 લક્ષ્મીનારાયણ સત્સંગ હોલ, લક્ષ્મીનારાયણ મંદિર શેરી નં. 5, ઉમિયાનગર, ગઢશીશા ખાતે.

સુખપર (તા. મુંદરા) : બાવા જુસબ ખમીસા (લાઇટવાળા) (ઉ.વ. 55) તે ખમીસા બાવાના પુત્ર, બાવા ફકીરમામદના ભાઈ, બાવા અકબર  ઇસ્માઇલના કાકા, ઇમરાન જુણેજા (બસ સ્ટેશન રિક્ષા  એસોસિયેશનના પ્રમુખ), ટોફિક બાવાના દાદા તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 31- 1-2026ના શનિવારે  સવારે 10થી 11 નિવાસસ્થાન સુખપર ખાતે.

બિબ્બર (તા. નખત્રાણા) : મહેશ્વરી મીઠુભાઇ જુમાભાઇ ડોરૂ (ઉ.વ. 75) તે સ્વ. જુમાભાઇ ખમુભાઇના પુત્ર, આશાભાઇ, ડાયાભાઇ, મેઘબાઇ અરજણ ભર્યા (ભોજાય), દેવલબાઇ ધનજી ગડા (દેશલપર-વાંઢાય)ના ભાઇ, ભચીબાઇના પતિ, નાનજી, સામજી, મનજી, ગોરબાઇ પ્રેમજી બળિયા (મોથાળા)ના પિતા, સ્વ. નારાણ કારાભાઇ જંજક (વમોટી)ના જમાઇ, ખીમજીભાઇના બનેવી તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 1-2-2026ના રવિવારે રાત્રે આગરી અને તા. 2-2-2026ના સોમવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન બિબ્બર ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : શામજીભાઇ ઉમરા જેપાર (ઉ.વ. 58) તે હીરબાઇના પતિ, સ્વ. કાનબાઇ ઉમરાભાઇના પુત્ર, ડાયાભાઇના ભત્રીજા, સ્વ. ધનજીભાઇ, કરશનભાઇ, અરવિંદ, નવીન, સામાબાઇ (ભડલી), રાજીબેન (ટોડિયા), હીરબાઇ (માનકૂવા), માનબાઇ (છાડુરા), ગંગાબેન (રામપર-રોહા), ભગવતીબેન (વડવા કાંયા)ના ભાઇ, દેવજી, રતિલાલ, જિતેન્દ્ર, ખેતાલાલ, ધનજી, ભચીબેન (નખત્રાણા-ગણેશનગર), રતનબેન (લાખાપર)ના કાકા, મગનલાલ, દિનેશ, દીપક, હંસાબેન દિનેશ (નખત્રાણા-ગણેશનગર)ના પિતા, થાવર આચાર ગંઢેર (બાંડિયા)ના જમાઇ, રામજીના બનેવી અવસાન પામ્યા છે. તા. 1-2-2026ના સાંજે આગરી અને તા. 2-2-2026ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન ઉગમણાવાસ, કોટડા (જ.) ખાતે.

નાગવીરી-રવાપર (તા. નખત્રાણા) : ગઢવી ખીમજી ખેતશી વિસલપુરી (ઉ.વ. 74) તે ગોરબાઇબેનના પતિ, ધનરાજ, રામજી, રાજબાઇના પિતા, દેવરાજ, મેઘરાજ, રતન, વીરબાઇ (મોટા કરોડિયા), દેવશ્રી, માલબાઇના ભાઇ, વિશ્રામ, કાનજી, કરમણના કાકાઇ ભાઇ, ખેતશી, લખમણ, પુનશી, કેતન, પ્રવીણ, દેવાંધના મામા તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. 

ઉત્તરક્રિયા (ઘડાઢોળ) તા. 7-2-2026ના શનિવારે નિવાસસ્થાન નાગવીરી ખાતે.

નાના કાદિયા (તા. નખત્રાણા) : ગોહિલ ભીમજીભાઇ (ભરતભાઇ) (ઉ.વ. 68) તે મણિબેનના પતિ, સ્વ. જમનાબેન તથા સ્વ. ખીમજી પચાણના પુત્ર, મનુભાઇ (નિવૃત્ત એસ.ટી. કંડક્ટર), જીવરાજભાઇ, સ્વ. પરમાબેન ઉમરાભાઇ ચાવડા (માનકૂવા), ગોમાબેન ગોવિંદ વાઘેલા (નખત્રાણા), માનુબેન ભીમજી પરમાર (વજેપુરા કંપા)ના ભાઇ, સ્વ. મહેશભાઇ (ભુજ), સ્વ. જસુબેન ડાયા વાઘેલા (નાના અંગિયા), કાન્તાબેન હીરાલાલ ચાવડા (ભુજ)ના ભત્રીજા, દિલીપભાઇ (પ્રિન્સિપાલ ગણેશનગર ગાંધીધામ હાઇસ્કૂલ), કપિલ (સ્કાય સ્પેક), વર્ષાબેન વિશ્રામ જાદવ (વિગોડી), નયનાબેન કાન્તિલાલ ચાવડા (માનકૂવા)ના પિતા, પીયૂષ, કમલ, સંજય, કેતનના મોટાબાપા, તથ્ય, કુંજના દાદા, સ્વ. કાનજી દેવજી લોંચા (નાના અંગિયા)ના જમાઇ, નટવરભાઇ, દિનેશભાઇ, નબુબેન વિશ્રામ સોલંકી (મોટા કાદિયા), કોકિલાબેન હીરાલાલ વાઘેલા (નખત્રાણા)ના બનેવી, રાજેશભાઇ (ભુજ), દિનેશભાઇ (એડવોકેટ) (ભુજ)ના પિતરાઇ ભાઇ, વિશ્રામભાઇ તેજાભાઇ જાદવ (વિગોડી), કાન્તિલાલ નારાણ ચાવડા (માનકૂવા), પ્રીતિબેન દિલીપ, પ્રીતિબેન કપિલના સસરા, સ્વ. રામજી ફકુ રાઠોડ, સ્વ. માલા ફકુ (મોડાસા), સ્વ. પૂંજાભાઇ ફકુ રાઠોડ (દરશડી)ના ભાણેજ તા. 29-1-2026ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 1-2-2026ના રાત્રે તથા તા. 2-2-2026ના સવારે 11 વાગ્યે પાણીયારો તેમજ બેસણું નિવાસસ્થાને.

નરેડી (તા. અબડાસા) : મિત્રી અબ્દુલરશીદ હાજી રેહમતુલ્લાહ (ઉ.વ. 72) તે શકીલ, મ. અબ્દુલકરીમ, નદીમ, ફહીમના પિતા, સાહિલ, મુસ્તફા, યાસીનના દાદા, હનીફ (અંજાર)ના સસરા, ઇમરાન, વસીમ, રફીક બાફણના મામા, મોહમ્મદ કાસીમ, ફૈઝાનના નાના તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-1-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 જુમ્મા મસ્જિદ, નરેડી ખાતે.

ગુનેરી (તા. લખપત) : જાડેજા ચાંદાજી ભગુજી (ઉ.વ. 55) તે જાડેજા નોઘણજી ભગુજીના ભાઇ, રામદેવસિંહ નોઘણજીના મોટાબાપુ તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. આગરી રાત તા. 7-2-2026ના શનિવારે, ઘડાઢોળ તા. 8-2-2026ના રવિવારે સવારે નિવાસસ્થાન ગુનેરી ખાતે.

નવી મોટી ચીરઇ (તા. ભચાઉ) : મહેન્દ્રસિંહ ચંદુભા જાડેજા (ઉ.વ. 68) તે ભીખુભા ચંદુભાના નાના ભાઇ, રાજદીપસિંહ, પ્રતિપાલસિંહના પિતા, કનકસિંહ, કુલદીપસિંહ, સહદેવસિંહના કાકા, હેતરાજસિંહ, હર્ષવર્ધનસિંહ, કાવ્યરાજસિંહ, શિવરાજસિંહ, જયદ્રતસિંહ, દક્ષરાજસિંહના દાદા તા. 29-1-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 2-2-2026ના સોમવારે લૌકિકક્રિયા નિવાસસ્થાને નવી મોટી ચીરઇ ખાતે.

પદમપર  (તા. રાપર) : ગોસ્વામી શૈલેશપુરી દેવપુરી (ઉ.વ. 40) તે ગોસ્વામી અંબાબેન દેવપુરી પ્રેમપુરીના પુત્ર, ગોસ્વામી કેશવપુરી પ્રેમપુરી, સ્વ. ગોસ્વામી ચમનપુરી પ્રેમપુરીના ભત્રીજા, ગોસ્વામી ગુલાબપુરી દેવપુરી, નિર્મળા, પ્રજ્ઞા, જિજ્ઞા, અંજલિના મોટા ભાઈ, સંધ્યાબેન ગુલાબપુરીના જેઠ, સ્વાતિના મોટાબાપા, ગોસ્વામી કાશીબેન કેશવપુરી, ગોસ્વામી નિર્મળાબેન ચમનપુરીના ભત્રીજા, ગોસ્વામી બેચરગિરિ કેશવગિરિ, ગોસ્વામી નરશીગિરિ કેશવગિરિ, ગોસ્વામી ભગવાનગિરિ કેશવગિરિના ભાણેજ તા. 25-1-2026ના અવસાન પામ્યા છે. લોકાચાર તથા શંખઢોળ તા. 31-1-2026ના શનિવારે નિવાસસ્થાન પદમપર ખાતે. 

Panchang

dd