• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

અવસાન નોંધ

ભુજ : હરેન્દ્ર રાજેન્દ્ર મહેતા (કાયસ્થ) (ઉ.વ. 80) તે સ્વ. રેખાબેન અને રાજેશ્વરીબેનના પતિ, અનિલભાઇ, કેતનભાઇ, શૈલજાબેન શેઠિયાજીવાલાના ભાઇ, સ્વ. દર્શનના પિતા, સ્વ. અર્ચનાના સસરા, માયાબેનના દિયર, સીમાબેનના જેઠ, ગં.સ્વ. ઇન્દુબેનના ભત્રીજા, રીતિ અંજન, ચિંતન, ઇશાન, સોહમના કાકા, લેખા તથા રીમાના કાકાસસરા, સ્વ. ડાઇબેન પુરુષોત્તમ બુદ્ધભટ્ટીના જમાઇ, સ્વ. અમૃતલાલ, સ્વ. હિંમતલાલ, મોહનલાલ (નિવૃત્ત મામલતદાર), દિનેશભાઇ (નિવૃત્ત નાયબ મામલતદાર), ડો. સુરેશ બુદ્ધભટ્ટી, ગં.સ્વ. પ્રભાબેન, પુષ્પાબેન, ગોકુલભાઈ બારમેડા (આફ્રિકા), સ્વ. જયાબેન અમૃતલાલ, સ્વ. કુસુમબેન રમણીકભાઈ કંસારા (ગોંડલ)ના બનેવી તા. 28-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-1-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 ગુણાતીત ચોક, પ્રમુખસ્વામી નગર ખાતે.

ભુજ : નવીનભાઈ તુલજાશંકર રાવલ (ઉ.વ. 93) (માંડવીવાળા) તે સ્વ. તુલજાશંકર હરિશંકર રાવલના પુત્ર તા. 30-1-2025 અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 31-1-2025ના શુક્રવારે સવારે 9.00 વાગ્યે, 56 સિદ્ધિવિનાયક સોસાયટી, શેરી નં. 7, પ્રમુખસ્વામીનગર, ભુજથી સ્વર્ગપ્રયાણધામ જશે. 

ભુજ : સુરેશભાઈ દામજી જેઠી  (લિંબજા દેવી પૂજારી) (ઉ.વ. 73) તે (નવા ફળિયા) સ્વ. દામજી  લખા જેઠીના પુત્ર, સ્વ. બળવંત દામજી, સ્વ. હરસુખ દામજી, બટુક દામજી, સ્વ. સવિતાબેન, સ્વ. સાવિત્રી નરોત્તમ, કંચનબેન, ગીતાબેન ભરતભાઈના ભાઈ, ક્રિષ્નાબેન, મીનાબેન, જેન્તાબેનના દિયર, રાજેશ, જિતેન્દ્ર, યોગેશ, ધર્મેન્દ્ર, નયન, સ્વ. વર્ષા, ડિમ્પલ ભાવેશ, પૂજા દેવેન્દ્રના કાકા, ગાયત્રીબેન, નીતાબેન, પ્રેમિલાબેનના કાકાજી સસરા, આયુષ, જેનીશ, જીત, વૈષ્ણવી, સાક્ષી, પૃથ્વીના દાદા, કેશવ, મોક્ષી, પ્રખરના નાના તા. 29-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી/ઉઠમણું તા. 31-1-2025ના શુક્રવારે સાજે 5.30થી 6.30 જેઠી સમાજવાડી, મચ્છીપીઠ ભુજ ખાતે.

ભુજ : સમેજા મજીદ ઓસમાન (ઉ.વ. 45) તે આદમ ઓસમાનના ભાઇ, સમેજા હાજી રમજાન ઇસ્માઇલ, હાજી હસન ઇસ્માઇલ, હાજી અગન ઇસ્માઇલના ભત્રીજા, હાફિઝ અનવરના બનેવી, મૌલાના આલમના સાળા, મૌલાના હાજી અલીફ નક્શબંદી, મૌલાના સિધીક સમેજાના મામાઇ ભાઇ તા. 30-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-2-2025ના શનિવારે સવારે 10થી 11 ઓસમાનિયા મસ્જિદ, રહીમનગર, સંજોગનગર, ભુજ ખાતે.

આદિપુર : મૂળ કેરાના લીલાધરભાઇ મીઠુભાઇ ઉમરાણિયા (પંચાલ) (ઉ.વ. 84) તે મીઠુભાઇ કેશવજીભાઇ ઉમરાણિયાના પુત્ર, ગં.સ્વ. દયાગૌરીના પતિ, સ્વ. રવજીભાઇ, નરોત્તમભાઇ, મંજુબેન, સ્વ. જયાબેન, સ્વ. દયાબેનના ભાઇ, ગં.સ્વ. દમયંતીબેનના દિયર, મંજુલાબેનના જેઠ, પ્રકાશ અને નીલમના પિતા, હર્ષાબેન અને વૈભવકુમારના સસરા, પંકિલ અને સૌમ્યાના દાદા, દેવાંશીના દાદાસસરા, માહિર અને વંશિકાના નાના, સ્વ. ભાનુબેન કરશનભાઇ પરમાર (ભુજ)ના જમાઇ તા. 30-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-2-2025ના શનિવારે સાંજે 4થી 5 કચ્છી ગુર્જર લુહારવાડી, નવા બસ સ્ટેન્ડની સામે, આદિપુર ખાતે.

માંડવી : મૂળ ગુંદિયાળીના અ.સૌ. ભૂમિકાબેન વિજયરાજગિરિ ગોસ્વામી (ઉ.વ. 22) તે વિજયરાજગિરિ સંજયગિરિના પત્ની, શીતલબેન સંજયગિરિના પુત્રવધૂ, સ્વ. પ્રેમિલાબેન, રમેશગિરિ પૂરણગિરિના પૌત્રવધૂ, ભૂમિબેન સંજયગિરિના ભાભી, હંસાબેન અર્જુનભારથી મંગલભારથી (મોટા લાયજા)ના પુત્રી, મોહનભારથી, બિંદિયાબેનના બહેન તા. 29-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-2-2025ના શનિવારે સાંજે 4થી 5 સત્સંગ આશ્રમ, તળાવ ગેટ, માંડવી ખાતે.

મમુઆરા (તા. ભુજ) : કંકુબેન નરશીભાઇ જાટિયા (ઉ.વ. 47) તે સ્વ. ગોપાલભાઇ ગોવિંદભાઇ ભગુભાઇ જાટિયા (પટેલ)ના પુત્રવધૂ, સ્વ. હીરાભાઇ ગોવિંદભાઇ, કાનજીભાઇ ગોવિંદભાઇ, માવજીભાઇ ગોવિંદભાઇ જાટિયાના ભત્રીજાવહુ, નરશીભાઇ ગોપાલભાઇ ગોવિંદભાઇ જાટિયાના પત્ની, હાર્દિક નરશીભાઇ, યોગેશ નરશીભાઇ, ઉર્વીબેન નીતિનભાઇ કેરાસિયા (હબાય હાલે માધાપર)ના માતા, દિલીપભાઇ હીરાભાઇ જાટિયા, જસવંત કાનજીભાઇ જાટિયા, કીર્તિભાઇ માવજીભાઇ જાટિયા, અશ્વિનભાઇ માવજીભાઇ જાટિયા, દીપકભાઇ માવજીભાઇ જાટિયાના ભાભી તા. 30-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને મમુઆરા ખાતે.

કુકમા (તા. ભુજ) : મૂળ રેહાના વિનય પુરષોત્તમ ચૌહાણ (ઉ.વ. 53) તે મંજુલાબેન પુરષોત્તમ દેવશી ચૌહાણના પુત્ર, દીપાબેન યાસ્મીન પટેલ (વડોદરા), સ્વ. કિરણ, ધર્મેન્દ્ર, કપિલ, કીન્તન, જયના ભાઇ, સ્વ. જેઠાલાલભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. રતિલાલભાઇના ભત્રીજા તા. 30-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-2-2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 ક.ગુ.ક્ષ. સમાજવાડી, કુકમા ખાતે.

વડઝર (તા. ભુજ) : રાયમા અલીમામદ ઉમર (ઉ.વ. 58) તે સલીમ અને અબ્દુલના પિતા, તારમામદ, રમજુ અને જુસાના ભાઈ, ઓસમાન સિધિક (વિંગણિયા)ના જમાઈ, જુસા અને ઈશાના બનેવી તા. 30-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-2-2025ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન વડઝર ખાતે.

કિડાણા (તા. ગાંધીધામ) : મોહનગિરિ નારણગિરિ ગોસ્વામી (ઉ.વ. 82) તે સ્વ. કાન્તાબેન, નારણગિરિ ગોવિંદગિરિના પુત્ર, રંભાબેનના પતિ, રેખાબેન ભાવેશગિરિ (ભુજ)ના પિતા, સ્વ. જયંતગિરિ, સ્વ. શિવગિરિ (ગિરનારી બાપુ), મહેશગિરિ, હેમંતગિરિ, જિતેન્દ્રગિરિ, સ્વ. રૂક્ષ્મણિબેન મોહનગિરિ (મોખાણા), સ્વ. નર્મદાબેન હરિપુરી (ઢોરી), અનસોયાબેન મંગલગિરિ (કોટડી મહાદેવપુરી), વસંતાબેન દિનેશગિરિ (ભચાઉ)ના મોટા ભાઈ, શિવગિરિ ઉમરગિરિ (ચીરઇ)ના જમાઇ, ભાવેશગર કુંવરગર (ભુજ)ના સસરા, મનાલી, દૃષ્ટિના નાના તા. 29-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-1-2025ના શુક્રવારે સાંજે 4થી 5 ભાવેશ્વર મહાદેવ  મંદિર, તળાવની પાળ ઉપર, કિડાણા ખાતે.

વાંઢ (તા. માંડવી : સંઘાર હીરજીભાઇ ખીમાભાઇ (ઉ.વ. 47) તે સ્વ. લક્ષ્મીબેન ખીમાભાઇના પુત્ર, જગદીશ, સવિતા, સચિનના પિતા, રવજી, મેઘબાઇ, મુકેશના ભાઇ, સ્વ. ગાભાભાઇ, સ્વ. સામતભાઇ, સ્વ. જેઠાભાઇ, કલ્યાણભાઇ મમુભાઇના પૌત્ર, સ્વ. વેલજીભાઇ, મંગલભાઇ, બિપીનભાઇના ભત્રીજા, હરજીભાઇ, કમલેશભાઇ, દિલીપભાઇ, હરેશભાઇ, સાવનભાઇ, ત્રીશા, કબીર, ધના, જેતુના કાકાઇ ભાઇ, સંઘાર કિશોરભાઇ મમુભાઇના બનેવી, સંઘાર શિવજીભાઇ જખુભાઇના જમાઇ તા. 30-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન વાંઢ ખાતે.

નેત્રા (માતાજીના) (તા. નખત્રાણા) : બળિયા નાથીબાઇ સવાભાઇ (ઉ.વ. 75) તે સ્વ. સવાભાઇ વેલાભાઇ તથા સ્વ. ખેતાબાઇ સવાભાઇના પુત્રી, શંકરભાઇ, તુલસીભાઇ સવાભાઇ, હીરજીભાઇના બહેન, વાલાબાઇ શંકર, ખેતાબાઇ તુલસી, જસમાબાઇ હીરજીના નણંદ, ભાવના, ઉર્ષા, મીના, ધનજી, વિશ્રામ, દિનેશ, લક્ષ્મીબેન, નાનુબેન, હંસાબેન, પ્રવીણ, ખીમજી, ખુશાલના ફઇ, મગા વીરા સીજુ (વરાડિયા), જુમા વીરા સીજુ (વરાડિયા)ના ભાણેજ તા. 29-1-2025ના અવસાન પામ્યા છે. બારસ તા. 9-2-2025ના રવિવારે, ઘડાકોઠ તા. 10-2-2025ના સોમવારે નિવાસસ્થાન નેત્રા ખાતે.

કનકાવતી (તા. અબડાસા) : જાડેજા ભમરસિંહ મંગલસિંહ (ઉ.વ. 65) તે સ્વ. જાડેજા મંગલસિંહના પુત્ર, સ્વ. જાડેજા કરસનજી તથા પૂંજાજીના ભત્રીજા, પૃથ્વીરાજસિંહ, સવાઇસિંહ, સુરતસિંહના ભાઇ, સ્વ. ચતુરસિંહ, સ્વ. ભુરુભા કરસનજી, સ્વ. ભુરુભા, રામસિંહ, હકુભા, સુરતસિંહના કાકાઇ ભાઇ, ભૂપનસિંહ, બલવંતસિંહ, શક્તિસિંહ, જટુભા, હરપાલસિંહના પિતા, સરૂપસિંહ, ગુલાબસિંહ, નવલસિંહ, ઇન્દ્રજિતસિંહ, મીતરાજસિંહ, શક્તિસિંહ ભુરૂભા, મયૂરસિંહ, રોહિતસિંહ, મહાવીરસિંહ, હરપાલસિંહ, ક્રિપાલસિંહ, નરેન્દ્રસિંહના મોટાબાપુ, રવિરાજસિંહના દાદા તા. 30-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન કનકાવતી ખાતે.

રામપર (તા. અબડાસા) : જાડેજા હુલાસબા નરપતસિંહ (ઉ.વ. આશરે 64) તે જાડેજા નરપતસિંહ આમરજીના પત્ની, ભરતાસિંહના માતા, દીપરાજસિંહ, યદુવીરસિંહના દાદી, દાજીભા, રણજિતાસિંહ, પ્રવીણાસિંહ, ગજુભા, લક્ષ્મણસિંહ, અનિરુદ્ધસિંહ, મોહનાસિંહ, જયદીપાસિંહના કાકી તા. 29-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી રામપર જાડેજા ભાયાતવાડી ખાતે.

તેરા (તા. અબડાસા) : દામજીભાઈ કેશવજી ચૌહાણ તે મટુબેનના પતિ, રમેશભાઈ, પ્રતાપભાઈ, દિનેશભાઇ, સરલાબેનના પિતા, સંતોષ, યશ, લેવેન, નિર્મલ, પ્રિન્સ, ધવલ, મિત, મનીષાબેન, મિતલબેનના દાદા, મનીષભાઈ, હીનાબેન, શિલ્પાબેનના નાના, રંજનબેન, ગવરીબેન, વિનુબેનના સસરા, મનોજભાઈ, પ્રવીણભાઈના કાકા, મૌસમીબેન, નંદનીબેનના દાદાજી સસરા તા. 28-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 1-2-2025ના 4થી 5 તથા પાણીઢોળ તથા બારસવિધિ તા. 8-1-2025ના શનિવારે સવારે 11.45વાગ્યે.

મૂળિયા (તા. લખપત) : જશુભા કાનજી જાડેજા (ઉ.વ. 85) તે જાડેજા ચનુભા કાનજી, દાજીભા, બુધુભા, ભાણજી, દિલુભા, પથુભા, લાખિયારજી, પ્રભાતાસિંહના ભાઈ, કલ્યાણજી ચનુભા જાડેજા, રામાસિંહ ચનુભાના કાકા, જેમલજી સુરુભાના મોટાબાપુ, દલપતાસિંહ, મહાવીરાસિંહ, પ્રવીણાસિંહ, પ્રદીપાસિંહના દાદા, સોઢા ચનુભા હીરજી (પિથોરાનગર), સોઢા સતુભા રૂપાસિંહ (નવાનગર), સોઢા રાણાજી ભૂરજી (બિબ્બર)ના સસરા, સોઢા રઘુભા, સોઢા સૂરૂભા, સોઢા મહેન્દ્રાસિંહના નાના તા. 28-1-2025ના અવસાન પામ્યા છે. આગરી રાત તા. 3-2-2025ના સોમવારે તથા પાણીઢોળ (બારસ) તા. 4-2-2025ના મંગળવારે નિવાસસ્થાન મૂળિયા ખાતે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd