ભુજ : ભારતીબેન (ઉ.વ. 61) તે પ્રફુલ્લભાઇ નારાણદાસ શાહ (વાયડા)ના પત્ની, સ્વ. લીલાવંતીબેન નારાણદાસ શાહના પુત્રવધૂ,
સ્વ. ભાગીરથીબેન ભગવાનજી શાહ (માંડવી)ના પુત્રી, કૌશિકભાઇ (ભુજ), અતુલભાઇ (લંડન)ના ભાભી, કામિનીબેનના દેરાણી, હિનાબેનના જેઠાણી, વૈશાલી, નિશા અને વૈદેહીના માતા, નેહા, મિત્તલ, દિવ્યા, રોશની, મેઘાના કાકી, કેયૂરભાઇ
(ઝાંબિયા)ના સાસુ, જયદીપ અને દર્શનના કાકીસાસુ, સ્વ. દિવ્યાબેન (મુંબઇ), નીતિનભાઇ, નીલેશભાઇ (માંડવી), અંજનાબેન (ભુજ)ના બહેન, નીતાબેનના નણંદ, દ્વિજ, સિદ્ધાર્થ,
આરવ, મિલનના નાની તા. 30-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 1-2- 2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 દરજી સમાજવાડી, છઠ્ઠીબારી રિંગરોડ ખાતે ભાઇઓ તથા બહેનો માટે.
ભુજ : હેતલબેન શ્રેયશ વસા (ઉ.વ. 42) તે ડો. સુનંદાબેન અને ડો. જયંત
વસાના પુત્રવધૂ, દીત્સાના માતા,
સવિતાબેન જગદીશ વ્યાસના પુત્રી, કિરણભાઈ,
નીરવભાઈ, મયુરીબેનના બહેન, કોમલબેન, લક્ષ્મીબેનના નણંદ, દિવાંશુભાઈના
સાળી અવસાન પામ્યા છે. અંતિમયાત્રા ડો. જયંત વસાના નિવાસસ્થાન રેવેન્યૂકોલોનીથી તા.
1-2-2025ના શનિવારે સવારે 8 વાગ્યે જૈન સ્મશાન ગૃહે (અભય લેબ પાછળ)
નીકળશે.
ભુજ : મેમણ હાજી અબ્દુલઅઝીઝ અબ્દુલલતીફ કમલાણી (ઉ.વ. 84) તે મર્હૂમ અઝીઝાબેન કમલાણીના
પતિ, મ. મહમદસોહેલ, રિઝવાન
(બેન્ક ઓફ ઈન્ડિયા), સાજીદ (સાદ પ્રોવિઝન સ્ટોર), રૂહીના, સાહિનાના પિતા, જાવેદભાઈ,
રેહાનભાઈ, શબનમબેન, ફરઝાનાબેનના
સસરા, મારિયા, શિફા, અરફા, સાદના દાદા, શનોબર,
સાનિયાના નાના તા. 31-1-25ના અવસાન પામ્યા છે. વાયેઝ અને જિયારત ભાઈઓ માટે કુંભારવાલી
મસ્જિદ, ભીડ બજાર ખાતે તા. 2-2-25ના સવારે 9.30થી 10.30 વાગ્યે તથા બહેનો માટે રહેણાક
વૃંદાવન સોસાયટી, મહેંદી કોલોનીની
બાજુમાં તા. 2-2-25ના સવારે
9.30થી 10.30 વાગ્યે
ભુજ : નવીનચંદ્ર તુલજાશંકર રાવલ (ઉ.વ. 93) (પૂર્વ પ્રમુખ ઔદિચ્ય બ્રહ્મસમાજ-ભુજ)
તે સ્વ. પ્રભાબેન તુલજાશંકર રાવલ (માંડવીવાળા)ના પુત્ર, સ્વ. તારાબેનના પતિ, કમલેશ,
શૈલેશ, દર્શના પંડયાના પિતા, ગાયત્રી, દીપક પંડયાના સસરા, દર્શીલ,
શિવમના દાદા, હેતાંશના પરદાદા, સ્વ. નાંઢુબેન ઝવેરીલાલ શાંતિલાલ શાહ (નગરશેઠ-ભુજ)ના જમાઇ, સ્વ. હરખાબેન, સ્વ. કાંતિલાલ, ભૂપતરામના
ભાઇ, વસંતબેનના દિયર, માલતીના જેઠ,
પ્રદીપ, ભરત, આશિષ,
હિમાંશુ, હર્ષા, ઇલા,
ગીતાના કાકા, જિતેન, વૈભવ,
પૂર્વી, જય, યશ્વી,
દીપા, માહી, ધ્યાન,
જન્યા, શિવન્યાના મોટા દાદા, સરોજ, નયના, પાયલ, વૈશાલી, દર્શિતા, આરતી,
તેજલના દાદાજી સસરા, સૃષ્ટિ, દિશાના નાના તા. 30-1-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-2-2025ના શનિવારે સાંજે 4થી 5 બિલેશ્વર
મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી
સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.
ભુજ : ખત્રી હાજીઅયુબ હાજીઅલીમામદ (વાંઢિયાવાળા) (ઉ.વ. 83) તે મ. હાજીઉમર, હાજીઅબ્દુલલતીફ, હાજીઆદમ,
હાજીઅબ્દુલગફુર, મ. હાજિયાણી શકીનાબાઇના ભાઇ,
હાજીઅબ્દુલલતીફ હાસમ (ચોબારી-અંજાર)ના બનેવી, મોહમ્મદહુશેન
(ગુલ ગુલશન કલોથ સ્ટોર્સ), અબ્દુલજબ્બાર ઇમરાન (ડાયમન્ડ એન્ટરપ્રાઇઝ),
શેરબાનુ અબ્દુલરજાક (ધમડકા), હમીદા મુસ્તાક (ભુજ),
મ. ફાતમા ઇબ્રાહિમ (અજરખપુર)ના પિતા તા. 31-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 4-2-2025ના સવારે 11થી 12 ખત્રી જમાતખાના, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ જાટાવાડાના ગં.સ્વ. ડાઇબેન ખીમજીભાઇ મગનલાલ મહેતા
(ઉ.વ. 86) તે હસમુખભાઇ (ભુજ), ધીરજભાઇ (મુંબઇ), હરિલાલભાઇ,
નરેન્દ્રભાઇ, ભાવેશભાઇ, રસીલાબેન
(ગાંધીધામ)ના માતા, મધુબેન, સુનિતાબેન,
મંજુલાબેનના સાસુ, નીલ, ઓમ,
યશ્વીના દાદી, દોશી ખીમજીભાઇ કચરાભાઇ (ભચાઉ)ના
પુત્રી, દોશી મનસુખલાલ ખીમજીના બહેન તા. 31-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
કે લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : હસમુખ-98252 70269, હરિલાલ-93289 67846.
ગાંધીધામ : સોલંકી અશોક (ટીનાભાઇ) (ઉ.વ. 45) તે લીલાબેનના પતિ (મૂળ ગામ
રસલિયા), સ્વ. તેજીબેન તથા શિવજી હીરાભાઇના પુત્ર,
નારાણભાઇ (ભુજ)ના ભત્રીજા, કિશન, નીલેશ, અંજનાબેન, ઉર્મિલા,
આરતી, વર્ષાબેનના પિતા, લાલજી
(મહેશ્વરીનગર), મધુબેન (અંતરજાળ), કલ્પના
(હિંમતનગર), ગોવિંદભાઇ (ભુજ), શાંતાબેન
બાબુ લોંચા (વિથોણ), માવજીભાઇ (નરોડા)ના ભાઇ, ગોહિલ ડાયાભાઇ (કિડાણા)ના ભાણેજ તા. 30-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 4-2-2025ના સવારે 11 વાગ્યે નિવાસસ્થાન આઝાદનગર, કાર્ગે, ગાંધીધામ ખાતે.
મુંદરા : મૂળ ગંગાપરના બાબુલાલ (બાબુભાઇ) નારણ દડગા (પટેલ)
(ઉ.વ. 70) તે સ્વ. નારણ નાનજી દડગા અને
સ્વ. વાલુબેનના પુત્ર, સ્વ. કસ્તૂરબેનના
પતિ, નયનાબેન અશોક, સ્વ. જ્યોતિબેન,
હરેશભાઇના પિતા, અશોક પારસિયા, ભારતીબેન હરેશના સસરા, વિઠ્ઠલભાઇ નારણ દડગા, મણિબેન દેવજી રામજિયાણીના ભાઇ, સ્વ. વાલજીભાઇ ખીમાભાઇ
પોકાર (લુડવા)ના જમાઇ, કિયાંશના દાદા, મયૂરી,
પૂનમ, ભાવેશના મોટાબાપા, ખુશી અને વૈભવના નાનાબાપા તા. 26-1-2025ના અવસાન પામ્યા છે.
માધાપર/અમદાવાદ : મૂળ અમદાવાદના કાનજીભાઇ રામજીભાઇ ચૌહાણ (ઉ.વ.
91) તે સ્વ. અમૃતબેનના પતિ, સુશીલા, લલિતા,
ભાનુબેન, જશવંતી, લક્ષ્મીબેન,
હસમુખના પિતા, સ્વ. નવીનચંદ્ર ચૂડાસમા (જોધપુર),
જેન્તીલાલ ચૂડાસમા (અમદાવાદ), તનસુખલાલ ચૌહાણ
(જોધપુર), પ્રદીપ જેઠવા (માધાપર), દિનેશ
ડાભી (માધાપર)ના સસરા, નીતા, નીલેશ,
સોનલ, અનિતા, દિનેશ,
ધર્મેશ, સ્વ. નૈનુ, મનીષ, દક્ષા, ચિરાગ, ધ્રુવિ,
આશિષના નાના તા. 31-1-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. ટેલિફોનિક બેસણું
: 91068 79010, 98984 77462.
ઝુરા (તા. ભુજ) : જાડેજા જેતકોરબા દાનસંગજી (ઉ.વ. 80) તે સ્વ. દાનસંગજી મેઘરાજજીના
પત્ની, મુરૂભા, પૃથ્વીરાજસિંહ,
સુરેન્દ્રસિંહ, નવલસિંહના માતા, બાઉભા, હરિસિંહ, દાદુભાના કાકી,
નરેન્દ્રસિંહ, ભવ્યરાજસિંહ, શૈલેન્દ્રસિંહ, પરાક્રમસિંહ, ઇન્દ્રપાલ,
દક્ષરાજના દાદી, દીપસંગજી મહાદાનસિંહ સોઢા (નાના
રેહા), સવાઇસિંહ ભૂરજી સોઢા (બિબ્બર), મેરૂભા
ભારૂભા સોઢા (અજાપર)ના સાસુ, સોઢા આંબજી વખ્તાજી (ગભણ-પાકિસ્તાન)ના
બહેન તા. 30-1-2025ના
અવસાન પામ્યા છે. આગરી તા. 7-2-2025ના
શુક્રવારે સાંજે, ઘડાઢોળ (બારસ)
તા. 8-2-2025ના શનિવારે નિવાસસ્થાને ઝુરા
ખાતે.
બળદિયા (તા. ભુજ) : દેવજીભાઈ બુચિયા (ઉ.વ. 60) તે ભચીબેન અને હીરજીભાઈ માયા
બુચિયાના પુત્ર, જશુબેનના પતિ, રાજેશ,નરેશ, કાન્તાબેન અરાવિંદ
સિજુ (નખત્રાણા), જ્યોતિબેન નવીન પાયણ (વિથોણ), હંસાબેન તનુજ સંજોટ (બિદડા)ના પિતા, સ્વ. શિવજી,
ભીમજી, સ્વ. વિરબાઈ ખીમજી લોંચા (ભુજોડી),
સ્વ. કેસરબાઈ ગાવિંદ લોંચા (અંજાર), વાલબાઈ વિશ્રામ
ખોખર (માથક)ના ભાઈ, સ્વ. તેજાભાઈ માધાભાઈ કુંવટ (પાનેલી)ના જમાઈ,
લખીબાઈ કાનજી ભદ્રુ (મથલ)ના બનેવી, મીરા,
વિયાન્શી, ભલુના દાદા, જિતેન્દ્ર,
નારાણ, દક્ષાબેન, લક્ષ્મીબેનના
મોટાબાપુ તા. 30-1-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 3-2-2025ના સોમવારે આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 4-2-2025ના નિવાસસ્થાને ઉપલોવાસ, બળદિયા ખાતે.
કિડાણા (તા. ગાંધીધામ) : મોહનગિરિ નારણગિરિ ગોસ્વામી (ઉ.વ. 82) તે સ્વ. કાન્તાબેન તથા નારણગિરિ
ગોવિંદગિરિના પુત્ર, ગં.સ્વ. રંભાબેનના
પતિ, રેખાબેન ભાવેશગિરિ (ભુજ)ના પિતા, સ્વ.
જયંતીગિરિ, સ્વ. શિવગિરિ (ગિરનારી બાપુ), મહેશગિરિ, હેમંતગિરિ, જિતેન્દ્રગિરિ,
સ્વ. રુક્ષ્મણિબેન મોહનગિરિ (મોખાણા), સ્વ. નર્મદાબેન
હરિપુરી (ઢોરી), અનસોયાબેન મંગલગિરિ (કોટડી મહાદેવપુરી),
વસંતાબેન દિનેશગિરિ (ભચાઉ)ના મોટા ભાઇ, મનાલી,
દૃષ્ટિના નાના તા. 29-1-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર, ભંડારો તેમજ શંખઢોળ વિધિ તા. 10-2-2025ના સોમવારે નિવાસસ્થાને.
લાયજા મોટા (તા. માંડવી) : ભૂમિ (ઉ.વ. 22) તે ગુંસાઇ હંસાબેન અર્જુનભારથીના
પુત્રી, પુષ્પાબેન મંગલભારથી, ગં.સ્વ. પ્રભાવતી શંભુભારથી, ગં.સ્વ. સાવિત્રી વિશ્રામભારથી,
મીનાક્ષીબેન પ્રતાપભારથીના પૌત્રી, વિજયરાજ સંજયગિરિ
(માંડવી)ના પત્ની, મોહનભારથી, બિંદિયા,
પ્રિયાંશી, જગદીશ, ભાવેશના
બહેન, અમૃતબેન, વનિતા વસંતગિરિ (રતડિયા
મોટા), હેતલ દયાભારથી, લતા કલ્યાણભારથી,
વિશાખા ધીરજભારથી, જિજ્ઞા કૈલાશભારથી, મીના પ્રકાશભારથી, ઉષા વસંતભારથીના ભત્રીજી, બાલગર બેચરગર (ત્રગડી)ના દોહિત્રી, તારાબેન હિરેનગિરિ,
હેતલબેન શૈલેશગિરિ, જિજ્ઞાબેન રાજેશગિરિના ભાણેજી
તા. 29-1-2025ના અવસાન પામ્યા છે. માવિત્ર
તથા મોસાળ પક્ષની સાદડી (ઉઠમણું) તા. 1-2-2025ના શનિવારે બપોરે 3થી 4 કલ્યાણેશ્વર
મંદિર (મઠ) ખાતેના નિવાસસ્થાને.
ગોધરા (તા. માંડવી) : પુરબાઈ નાગસી રોશિયા તે જુમા ધુઆના પુત્રી, કાયા રોશિયાના પુત્રવધૂ, શાંતિલાલ, પ્રેમજી, સુમલબાઈ,
હીરબાઇ, હાસબાઇના માતા, સ્વ.
ગાવિંદ જુમા, કાનજી જુમા, દેસર જુમાના બહેન,
ખેતબાઈ, મેઘબાઈના સાસુ તા. 29-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાને.
કુંદરોડી (તા. મુંદરા) : દેવલબેન કાનજીભાઇ ચુંઇયા (માજી સરપંચ)
(ઉ.વ. 80) તે સ્વ. કાનજીભાઇ ચુંઇયા (માજી
સરપંચ)ના પત્ની, આસમલભાઇ, સામજીભાઇ, લાલજીભાઇ, લખીબેન,
ધનુબેન, માનુબેનના માતા, હંસા, કેવલ, દિનેશના દાદી તા. 30-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 4-2-2025ના આગરી ઘડાઢોળ તથા તા. 5-2-2025ના સવારે 8.30 વાગ્યે પાણી અને સાદડી નિવાસસ્થાન
કુંદરોડી ખાતે.
વીરા : મૂળ ભદ્રેસરના કચ્છી સારસ્વત બ્રાહ્મણ લીલાવતીબેન અનંત
જોશી (ઉ.વ. 85) તે સ્વ. અનંત લાલજી જોશી (કિતા)ના
પત્ની, દક્ષા વસંતકુમાર જોશી અને સ્વ. કાદંબરી વિનોદકુમાર
મોદીના માતા, સ્વ. નરોત્તમ લાલજી જોશી, સ્વ. પ્રવીણ લાલજી જોશી, સ્વ. સાવિત્રી રણછોડદાસ જોશી,
ધીરજ રેવાશંકર જોશી, લતા કાંતિલાલ જોશીના ભાભી,
સ્વ. પ્રેમજી ગંગારામ જોશીના પુત્રી, વાસુદેવ પ્રેમજી
જોશી, છોટાલાલ પ્રેમજી જોશી, જેન્તીલાલ
પ્રેમજી જોશી, વસંત વાલજી જોશી, સ્વ. કશીબેન
રઘુનાથ જોશી, વિમળાબેન મોહનલાલ જોશી, સ્વ.
બચુબાઈ ખીમજી જોશીના બહેન, વસંતકુમાર બિહારીલાલ જોશી અને વિનોદ
દેવચંદાસ મોદીના સાસુ, હિમાંશુ વસંતકુમાર અને વિકાસ વિનોદભાઈના
નાની, રમણીક, નવીન, નલિન, સુરેશ
અને નીલના કાકી તા 30-1-2025ના અવસાન પામ્યા છે. બને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-2-2025 શનિવારે સાંજે 4થી 5 આહીર સમાજવાડી, વીરા ખાતે.
લુણી (તા. મુંદરા) : ખલીફા ઇરફાન ઇબ્રાહિમ (ઉ.વ. 33) તે મ. ખલીફા ઇબ્રાહિમ અલીમામદ
(સિટી સ્ટોર-ભુજ)ના પુત્ર, ઇસ્માઇલ,
મ. રજાકના ભત્રીજા, તનવીર, અસગર, અરબાજના ભાઇ, રજાક,
સોહિલ, વસીમના સાળા, મ. જુસબ
ઇલિયાસ, અલીમામદ ઇલિયાસના દોહિત્ર તા. 31-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 3-2-2025ના સોમવારે સવારે 10થી 11 પ્રાથમિક શાળાની બાજુમાં,
લુણી ખાતે.
તરા-મંજલ (તા. નખત્રાણા) : મહેશ્વરી વાલબાઇ ફુલિયા (ઉ.વ. 87) તે સ્વ. મેઘજીભાઇ રામજીના પત્ની, ગં.સ્વ. ગંગાબેન હરજી સિજુ (સુંદરપુરી),
સુમલબેન મેઘજી દનિચા (ભડલી), સ્વ. જેઠાબેન મેઘજી
ડુંગરખિયા (સાંયરા), રતનબેન થાવર ધુવા (રાવલવાડી-ભુજ),
માવજીભાઇ(સામાજિક-રાજકીય અગ્રણી), કરસન (નવીન)ના
માતા, લક્ષ્મીબેન (પૂર્વ ચેરમેન જિ.પં. કચ્છ), સોનલબેનના સાસુ, વર્ષાબેન મુકેશ ઢઢીકા, હિનાબેન હીરાલાલ ધુવા, રમીલાબેન મિલનભાઇ મહેશ્વરી,
ડો. દીપાલી, મયૂર, ગૌરવ,
ઉર્મિલા નીતેશ ફફલ, આરતી, છાયાના દાદી, જ્યોતિબેનના દાદીસાસુ, સ્વ. હરશી વીરા ધેડા, સ્વ. રવજી વીરા ધેડા (જનકપર-માંડવી)ના
બહેન તા. 31-1-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 3-2-2025ના સોમવારે રાત્રે આગરી, તા. 4-2-2025ના
મંગળવારે સવારે (બારસ) ઘડાઢોળ તેમજ સાદડી નિવાસસ્થાન તરા-મંજલ ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : શાંતાબેન રામજીભાઈ વાલાણી (ઉ.વ. 92) તે વાલજીભાઈ, જેઠાભાઈ, જેન્તીભાઇ,
દેવાબેન, ગંગાબેન, લીલાબેનના
મતા, મહેશભાઈ, કૈલાશભાઈ, રાહુલભાઇ, જિગરભાઈ, મેહુલભાઈ,
વિવેકના દાદી તા. 31-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બેસણું) તા. 2-2-2025ના સવારે 8થી 10 પાટીદાર સમાજવાડી (બસ સ્ટેશનવાળી) વિથોણ ખાતે.
નાની અરલ (તા. નખત્રાણા) : હાલે રાયપુર (છત્તીસગઢ) ચંદુભાઈ ખીમજી
ખેતાણી (ઉ.વ. 60) તે રુકમણિબેનના પતિ, હિતેનભાઈ, તરુણભાઈના પિતા,
મનોજભાઈ, જયાબેન, વનિતાબેન
(રાયપુર)ના ભાઈ તા. 31-1-25ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 1-2-2025ના
શનિવારે સાંજે 4થી 5 પાટીદાર સમાજવાડી, અરલ ખાતે.
નેત્રા (તા. નખત્રાણા) : કુંભાર આયસુબાઇ અલીમામદ (ઉ.વ. 65) તે શેરમામદ અલીમામદ (મથલ)ના
માતા, આમદ, જુસબ, રમજાન જુસબ (મથલ)ના બહેન, મ. આમદ સિધિક, ઓસમાણ સિધિકના ભાભી, મોહમદ તાહિર હાસમ (ખોંભડી)ના સાસુ
તા. 31-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 2-2-2025ના રવિવારે સવારે 10 વાગ્યે નેત્રા (મફતનગર) મસ્જિદ
ખાતે.
વાંકુ (તા. અબડાસા) : મૂરુભા માનસંગજી જાડેજા (ઉ.વ. 85) તે સ્વ. લાધુભા, સ્વ. જીલુભા, સ્વ. હમીરજી
તથા નારુભાના ભાઈ, લાખુભા, સ્વ. મંગુભા
સુખુભા, ભીખુભા, જુવાનાસિંહના કાકા,
પ્રવીણાસિંહ, શંકરાસિંહ, પ્રતિપાલાસિંહના મોટાબાપુ, નવુભા, દશરથાસિંહ, મહેશાસિંહ, રાજેન્દ્રાસિંહ
(હકુભા)ના પિતા, ધર્મેન્દ્રાસિંહ, રામદેવાસિંહ,
રવિરાજાસિંહ, આદિત્યરાજાસિંહ, અર્જુનાસિંહ, સિદ્ધરાજાસિંહ, પૃથ્વીરાજાસિંહના
દાદા તા. 31-1-2025ના
અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 11-2-2025ના તથા બેસણું નિવાસસ્થાને વાંકુ ખાતે.
તેરા (તા. અબડાસા) : દામજી કેશવજી ચૌહાણ (ઉ.વ. 85) તા. 28-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 1-2-2025ના શનિવારે સાંજે 4થી 5 તથા પાણીઢોળ, બારસવિધિ તા. 8-2-2025ના
શનિવારે બપોરે 11.45 કલાકે બસ સ્ટેશન પાસે, રામદેવ પીર મંદિરની બાજુમાં, તેરા ખાતે.
ગોંડલ : ગં.સ્વ. હીરાબેન (સરલાબેન) જયંતીલાલ ખોદાણી (ઉ.વ. 85) તે સ્વ. કાંતિલાલ ત્રિભોવનદાસ
બુદ્ધદેવ (જૂનાગઢ , જે.પી. ઠક્કરવાળા)ના
પુત્રી, સ્વ. દિલસુખરાય, જયેન્દ્રભાઇ,
સુરેશભાઇ, વિનોદભાઇ, હરેશભાઇ,
કનૈયાલાલ, જયપ્રકાશભાઇ, ગીતાબેન
(આશાબેન) અરવિંદકુમાર મજીઠિયા (ખપોલી)ના બહેન તા. 30-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તથા પિયર પક્ષની સાદડી તા. 1-2-2025ના
શનિવારે સાંજે 4થી 5.30 લોહાણા વિદ્યાર્થી ભવન, 22/9 ભોજરાજ પરા, ગોંડલ ખાતે.