ગાંધીધામ, તા. 4 : ભુજમાં સગીરાનું અપહરણ કરી
બળાત્કાર ગુજારવાના એક વર્ષ પુર્વેના કેસમાં પોકસો કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદ અને દંડ સહીતની
સજા ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આરોપી સમીર હમીદ પઠાણને કોર્ટે તકસીરવાન
ઠેરવી સજા ફટકારી હતી. આ કેસની પુર્વ વિગતો મુજબ આ બનાવ અંગે મળતી વિગતો
મુજબ આ બનાવ ગત તા. 23.2. 2024ના અરસામાં સવારના 9.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. ભોગ બનનાર સગીરા સાથે આરોપીએ ઈન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કરી હતી. વાત ચીત કર્યા બાદ હોસ્પિટલ
રોડ ઉપરથી ભોગ બનનાર સગીરા સાથે વાતચીત કરી હતકી.
તેણીને લલચાવી, ફોસલાવી બાઈક ઉપર અપહરણ કર્યું હતું. આરોપી સગીરાને રધુવંશી નગર થઈ એરપોર્ટ સર્કલ થઈ હરીપર બાજુ જતા રોડ ઉપર જદુરા રોડ ઉપર બાઈક ઉભી
રાખી હતી. આરોપી કોઈને દેખાય નહી તે રીતે લઈ જઈ વાતચીત દ્વારા ભોળવી તેણીની મરજી વિરૂધ્ધ
દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે આરોપી સામે ભુજ બી. ડીવીઝન પોલીસ મથકે આરોપી સામે પોકસો,
બળાત્કાર સહીતની કલમો તળે ગુનો દર્જ થયો હતો. તપાસના અંતે પુરતા પુરાવા
હોઈ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પ્રોસીકયુશન તરફે 19 દસ્તાવેજી પુરાવા અને 10 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતાં
. સ્પેશ્યલ જજ વી.એ. બુધ્ધે આરોપીને પી.સી.એસ.ઓ કલમ 6 મુજબ
તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા
અને બે લાખનો દંડ, દંડ ન ભરે
તો વધુ ત્રણ મહીનાની સજા, આઈ.પી.સીની કલમ 376માં આરોપીને 10વર્ષની સખત કેદની સજા અને બે લાખનો દંઢ, 363ના ગુનામાબે
વર્ષની સખત કેદની સજા અને પાંચ હજારનો દંડ, કલમ
366ના ગુનામાં ત્રણ વર્ષની સજા
અને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ કેસમાં કલ 4.10 લાખના દંડની રકમમાંથી ચાર લાખ ભોગ બનનારને વળતર પેટે ચુકવવા
હુકમ કરાયો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી
વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.