• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

દેશના પોર્ટ-શિપિંગ ક્ષેત્રમાં શિરમોર મુંદરા અદાણી પોર્ટ

મુંદરા, તા. 4 : ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી અને વૈવિધ્યસભર અદાણી જૂથનો ભાગ એવા અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઇઝેડ)એ જાન્યુઆરી માસ દરમ્યાન અત્યાર સુધીના સૌથી વધુ માસિક કાર્ગો વોલ્યુમ 39.9 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) (+13 ઢજ્ઞઢ) હેન્ડલ કર્યું છે, જેમાં કન્ટેનર (+32 ટકા ઢજ્ઞઢ) અને લિક્વિડ અને ગેસ (+18 ટકા ઢજ્ઞઢ)નો સમાવેશ થાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં જાન્યુઆરી-25 સુધી એપીએસઇઝેડએ કુલ કાર્ગો (+7 ટકા ઢજ્ઞઢ)ના 372.2 એમએમટી (+20 ટકા ઢજ્ઞઢ) અને લિક્વિડ અને ગેસ (+9 ટકા ઢજ્ઞઢ) હેન્ડાલિંગ સાથે નવાં સીમાચિહ્નો સર કર્યાં છે. આ સાથે જાન્યુઆરી 2025 દરમિયાન મુંદરા બંદર પર કાર્ગો હેન્ડાલિંગમાં શ્રેણીબદ્ધ અસાધારણ સીમાચિહ્નો હાંસલ કર્યાં છે, જેમના અમુક નેશનલ રેકોર્ડ બનવા પામ્યા છે. વિવિધ પ્રકારના કાર્ગો સેગમેન્ટમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન અગ્રણી વૈશ્વિક પોર્ટ અને ભારતના ઈકોનોમી એન્જિન તરીકે અદાણી પોર્ટને રેખાંકિત કરે છે. એપીએસઇઝેડ મુંદરાએ 17.20 મિ. ટનના ઐતિહાસિક માસિક કાર્ગો વોલ્યુમ હાંસલ કર્યું છે, જે અગાઉના 17.11 મિ.  ટનના રેકોર્ડને વટાવી ગયું છે. આ રેકોર્ડ દરિયાઇ વેપારના ઇતિહાસમાં કોઈ પણ ભારતીય પોર્ટ દ્વારા અત્યાર સુધીનું સૌથી વધુ છે. આ નોંધપાત્ર સિદ્ધિ બંદરના મજબૂત માળખાં, કાર્યકારી કાર્યક્ષમતા અને સતત વધતા કાર્ગો વોલ્યુમને હેન્ડલ કરવાની ક્ષમતા દર્શાવે છે.કન્ટેનર હેન્ડાલિંગમાં, મુંદરાએ એક માસમાં 7.72 લાખ કન્ટેનરના સંયુક્ત  હેન્ડાલિંગ કરીને એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. આ સીમાચિહ્ન કન્ટેનરાઇઝડ કાર્ગો હેન્ડાલિંગમાં મુંદરાના પ્રભુત્વ અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં અદાણી પોર્ટની મહત્ત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે. મુંદરા મરીન ટીમે 884 મૂવમેન્ટ સાથે 415 જહાજનું સંચાલન કર્યું, જે અગાઉના 406 જહાજ અને 876 મૂવમેન્ટના રેકોર્ડને વટાવી ગયું હતું.  મુંદરા રેલવે વિભાગ દ્વારા 1.47 લાખ કન્ટેનરોનું રેકોર્ડબ્રેક માસિક હેન્ડાલિંગ હાંસલ કરાયું, જે 1.44 લાખ કન્ટેનર હેન્ડાલિંગના અગાઉના રેકોર્ડને વટાવી ગયું હતું. વધુમાં, રેલ ટીમે બે વધુ રેકોર્ડ બનાવ્યા, જેમાં 662 ટ્રેનના અગાઉના રેકોર્ડની તુલનામાં અત્યાર સુધીની સૌથી વધુ 682 ટ્રેનનું સંચાલન કરવામાં આવ્યું અને 429 ડબલ સ્ટેક ટ્રેનોના અગાઉના રેકોર્ડને વટાવીને અત્યાર સુધીની સૌથી વધુ 447 ડબલ સ્ટેક ટ્રેનો હાંસલ કરવામાં આવી હતી. કન્ટેનર ટર્મિનલ એઆઈ-સીટીપીએલએ એક જ મહિનામાં 3.05 લાખ ટીઈયુનું સૌથી વધુ હેન્ડાલિંગ હાંસલ કર્યું, જે અગાઉના 3.02 લાખ ટીઈયુના શ્રેષ્ઠ રેકોર્ડને વટાવી ગયું, જે ભારતમાં કોઈ પણ એક કન્ટેનર ટર્મિનલ દ્વારા હેન્ડાલિંગ કરાયેલ સૌથી વધુ વોલ્યુમ છે. એપીએસઇઝેડ મુંદરા લિક્વિડ ટીમે 0.841 મિલિયન ટન કાર્ગોનો સૌથી વધુ માસિક થ્રુપુટ હાંસલ કર્યો, જે અગાઉના 0.832 મિલિયન ટનના રેકોર્ડને વટાવી ગયો, જ્યારે એપીએસઇઝેડ એલપીજી ટીમે એક જ મહિનામાં રેકોર્ડ 1.01 લાખ મેટ્રિક ટન એલપીજી મોકલ્યો હતો. આ નોંધપાત્ર સિદ્ધિઓ ભારતના પોર્ટ એન્ડ શાપિંગ ક્ષેત્રમાં મોખરે અને ભારતના વૈશ્વિક વેપારના મુખ્ય પોર્ટ તરીકે મુંદરાની સ્થિતિ વધુ મજબૂત બનાવે છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd