જયેશ શાહ દ્વારા : માંડવી, તા. 4 : આંત્રપ્રિનિયોરશિપ ડેવલોપમેન્ટ
ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા (ઈડીઆઈઆઈ) અને એકસેન્ચરના સંયુકત ઉપક્રમે કચ્છમાં સંસ્થા દ્વારા
બહેનોમાં રહેલ હુન્નરને પિછાણી પગભર કરવાના ઉદેશ્ય સાથે કચ્છની બાટિકકલા જેવી હાથ બનાવટની
વસ્તુ દ્વારા ઘરબેઠા રોજગારી મેળવી શકાય તે હેતુથી બહેનો માટે માઇક્રો સ્કીલપ્રિનિયોરશિપ
ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એમએસડીપી) પ્રોજેકટનો કચ્છમાં શુભારંભ કરાયો છે. પ્રાચીન એવી
બાટિકકલા આશરે ર00થી રપ0 વર્ષ જૂની માનવામાં આવે છે, પણ તેની વધારે નામના ઈન્ડોનેશિયા અને મલેશિયા
જેવા દેશમાંથી પ્રાપ્ત થયેલી છે. સમય જતા કચ્છમાં પણ બાટિકકલામાં ઘણા જરૂરી ફેરફાર
કરવામાં આવ્યા અને માર્કેટ અનુસાર તેમાં ડિઝાઈન અને કલરના બદલાવ કરવામાં આવ્યા છે.
કચ્છમાં બાટિકકલાના વિકાસ માટે વિવેકાનંદ રૂરલ ટ્રાનિંગ ઈન્સ્ટિટયૂટ સંચાલિત વિવેકાનંદ
ગ્રામોદ્યોગ સોસાયટી માંડવીનું યોગદાન છે. કચ્છમાં બાટિકકલા મુંદરા, ભુજપુર, માંડવી જેવા ગામમાં તેનું ઉત્પાદન ક્ષેત્ર રહ્યું
છે. પ્રોજેકટ અંતર્ગત સંસ્થા દ્વારા માંડવી મધ્યે બાટિકકલામાં 1ર0 બહેનોનું રજિસ્ટ્રેશન કરી તેઓના જનરલ એન્ટ્રપ્રેનિયોર ટેંડેંસી
ટેસ્ટ દ્વારા ઇન્ટરવ્યૂ લઈ પ0 બહેનોનું
ચયન કરાયું હતું. બાટિકકલાના
ઉત્પાદનમાં અને તેનો ફેલાવો વધારવાના ઉદ્શ્ય સાથે માંડવીમાં બહેનોનો સંસ્થા દ્વારા
ર6 દિવસીય ટ્રાનિંગ વર્કશોપ યોજાયો હતો. જેમાં
બહેનોને બાટિકની પધ્ધતિસરની તાલીમ આપવામાં આવી હતી. ઈડીઆઈઆઈ સંસ્થા દ્વારા બાટિકનું
રો-મટીરીયલથી કરીને માર્કેટમાં વેચાણ કરવા સુધીનું ટ્રાનિંગ દરમિયાન શિક્ષણ આપવામાં
આવ્યું હતું. ર6 દિવસીય ટ્રાનિંગ દરમિયાન 16 દિવસ સુધી બાટિકની પ્રેકિટકલ
ટ્રાનિંગ એકસપર્ટ માંડવીના સપન જોશી દ્વારા આપવામાં આવી હતી. જેમાં હેન્ડ પેઈન્ટેડ
અને હેન્ડ બ્લોક બાટિક પ્રિન્ટની તાલીમ આપી હતી. એકસપર્ટ કમલેશભાઈ નાથાણી અને બાટિકનાં
વર્ષોથી ઉદ્યોગસાહસિક તરીકે જોડાયેલા જયેશભાઈ મોતા દ્વારા પ્રોડકશન વિષે માહિતી આપી
હતી. સંસ્થા દ્વારા બિઝનેસ ડેવલોપ કરવા માટે ટ્રાનિંગના અંતિમ ચરણોમાં આર્ટિસન કાર્ડ
અને ઉદ્યોગ આધાર સર્ટિફિકેટ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને
ટ્રાનિંગના અંતમાં સંસ્થાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ટ્રાનિંગ દરમિયાન માંડવીના
દિનેશભાઈ શાહએ જરૂરિયાતમંદ બહેનોને બનતી મદદ કરવાની ખાતરી આપી હતી. આયોજન સંસ્થાના
પ્રોજેકટ કોર્ડીનેટર દેવાંગ ડી સોમપુરા દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રાનિંગ દરમિયાન
વિ.ળ.એસ.ના રમેશભાઈ ગોર બહેનોને બાટિકને લગતું કોઈ પણ કામ હોય તો સંપર્ક કરવાની ધરપત
આપી હતી. બહેનો સાથેનું કોર્ડીનેશન કલાસીસના કલ્પનાબેન પરમારએ સંભાળ્યું હતું.