• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

કોડાય પ્રીમિયર લીગમાં મહેરીન ટીમ વિજયી

કોડાય (તા. માંડવી), તા. 3 : કોડાય ખાતે કોડાય પ્રીમિયર લીગ (કેપીએલ-7)નું કોડાય ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું. ફાઈનલમાં કોડાય ઇન્ડિયન્સ ટીમે  116 રનનું લક્ષ્ય આપ્યું હતું. મહેરીન ટીમે 7 વિકેટે જીત મેળવી હતી. ફાઈનલ મેન ઓફ ધ મેચ આદમ જુણેજા, મેન ઓફ ધ સિરીઝ લાલજી ભંડેરી, બેસ્ટ બેટ્સમેન નારણ ગઢવી (જૂ), બેસ્ટ ફિલ્ડર રિંકેશ ગાજપરિયાને ટ્રોફી અપાઇ હતી. દિનેશ ઠક્કર (ભાલાભાઇ ગાંઠિયાવાળા) મુખ્ય  સ્પોન્સર, નિહાર લાલન, પુનિત દવે સહયોગી રહ્યા હતા. હાલા ઈબ્રાહિમ, કિશોર ઠક્કર, લાલજી ભંડેરી, મુલેશ ઠક્કર, પ્રતીક ગોસ્વામી, સમા રિયાઝ ફ્રેન્ચાઇઝી માલિક રહ્યા હતા.  જુણેજા સલીમ મજીદભાઈ, હાજી નોડે, નારણભાઈ  ગઢવી, સલીમ લોઢિયા, ઇમ્તિયાઝ લોઢિયા, ફેઝ કુંભાર આયોજનમાં જોડાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ખત્રી અબ્દુલાભાઈ પટેલ, જીવરાજ ગઢવી, કલ્યાણજી ગાજપરિયા, મહેશ માતંગ, કાનજીભાઈ ગઢવી, ભાવેશ મહેતા, શેખજાદા અબ્દુલ, જુણેજા મજીદભાઈ, હીરજીભાઈ પટેલના હસ્તે  ઇનામ અપાયાં હતાં. ગ્રાઉન્ડની માવજત માટે લાલજીભાઈએ સેવા આપી હતી અને કોડાય સ્પોર્ટસ ક્લબના સભ્યોએ જહેમત ઊઠાવી હતી. સંચાલન અને આભારવિધિ નારાણ  ગઢવીએ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd