ગાંધીધામ,તા. 4 : અબડાસા તાલુકાના જંગડિયામાં
બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરેણાની ચોરી કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો
છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો
મુજબ આ બનાવ ગત તા. 2ના રાત્રિના
નવ વાગયાથી ગત તા. 3ના સવારના અરસામાં બન્યો હતો. બંધ મકાનના
દરવાજાનું તાળું તોડી સોનાની બે વીંટી, ચાંદીની વીંટી સહિત 9, 250ની મતાની ચોરી કરી હતી. મંગલદાસ દેવશી ભાનુશાળીની ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.