• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

અવસાન નોંધ

ભુજ : કચ્છી પરજિયા પટ્ટણી સોની ગં.સ્વ. મણિબેન વીરજી દામજી ચલ્લા (ઉ.વ. 82) તે સ્વ. વીરજી (બાબુભાઇ) દામજી ચલ્લા (પૂ. કચ્છમિત્ર કર્મચારી)ના પત્ની, સ્વ. દામજી દેવશીના પુત્રવધૂ, જેરામ દેવશી (પ્રમુખ, કરાચી સોની જ્ઞાતિ)ના ભત્રીજાવહુ, સ્વ. વલ્લભજી, સ્વ. જશોદાબેન ખીમજી ધાણક, સ્વ. ઝવેરબેન ભાણજી સુસણિયાના ભાભી, સ્વ. કુંવરજી નથુ થલેશ્વર (રામાણિયા)ના પુત્રી, સ્વ. શિવજીભાઇ, સ્વ. વીરજીભાઇ, સ્વ. ટોકરશીભાઇના બહેન, સ્વ. સાવિત્રીબેન, ગં.સ્વ. મંજુલાબેન, સ્વ. તારાબેનના નણંદ, ગં.સ્વ. મંજુલા સુરેશભાઇ થલેશ્વર, ભરતભાઇ (પૂ. આચાર્ય, સરકારી પ્રાથમિક શાળા-મોટી તુંબડી-બળદિયા-સુખપર, પૂ. મંત્રી કચ્છી પરજિયા પટ્ટણી સોની સમાજ-ભુજ, સભ્ય માનવજ્યોત), કમલેશ (મુંબઇ)ના માતા, કલ્પનાબેન, વીણાબેન, સ્વ. સોની સુરેશભાઇ ધનજી થલેશ્વર (નાની તુંબડી)ના સાસુ, પૂજા (શિક્ષિકા, સરકારી હાઇસ્કૂલ-મોટા રેહા)ના દાદીસાસુ, સ્વ. પુષ્પા કિશોર ધાણક, હરેશભાઇ, પ્રદીપ, ગં.સ્વ. તરલા શૈલેશભાઇ કાગતડા, ગં.સ્વ. સુરેખા ભરતભાઇ જખિયા, નવીન, હિના ભરતભાઇ સુસણિયા, વિપુલના ફઇ, ધનવંતીબેન હરેશભાઇ થલેશ્વર, મૂળજીભાઇ (નવસારી), દમયંતીબેન ભરતભાઇ ધકાણ, કાન્તિભાઇ (મુંબઇ), દિનેશના મામી, ડો. પ્રિતેશ, પ્રજ્ઞા પ્રેમ સાગર (પૂના), હિમા, ધ્રુવના દાદી, ભૂપેન, તેજસના નાની તા. 30-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભજનસંધ્યા) તા. 5-2-2025ના બુધવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ભુજ : મૂળ કોજાચોરાના ગોદાવરીબેન વિશનજીભાઈ ઠક્કર (ઉ.વ. 84) તે સ્વ. વિશનજી પ્રધાન ઠક્કરના પત્ની, સ્વ. મણિબેન માવજી ગણાત્રાના પુત્રી, સ્વ. નારાણજી ગણાત્રાના બહેન, સ્વ. મહેન્દ્રભાઈ, મુકેશભાઈ, દિલીપભાઈ, રક્ષાબેન, કમલાબેનના માતા, ચેતનાબેન, મનીષાબેન, કાજલબેન, દિલીપભાઈ તન્ના, કમલેશભાઈ મૈઠીઆના સાસુ, જય, રાજ, કરન, રીમા, પૂજા, મહેકના દાદી, હાર્દિકભાઈ ગોગરી, શ્રુતિ, અંકિતાના દાદીસાસુ, સ્વ. આલોક, ઋષભ, આકાશ, સ્વ. ધીરેનના નાની, શીતલ, પૂજા, ધારાના નાનીસાસુ તા. 2-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-2-2025ના મંગળવારે સાંજે 4થી 5.30 બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સભા મંડપ, ભાનુશાલી નગર, ભુજ ખાતે.

ભુજ : મોખા રમજુભાઇ ઇબ્રાહિમ (ઉર્ફે લાખાભાઇ) (ઉ.વ. 54) તે લતિબ, અબ્દુલના ભાઇ, મજીદ, ઇકબાલના પિતા, નૂરમામદ આમદ મોખાના કાકાઇ ભાઇ તા. 3-1-2025ના અવસાન પામ્યા છે. તાજિયાત ત્રણ દિવસ તા. 3, 4 અને 5/2ના 12 વાગ્યા સુધી નિવાસસ્થાને ભીડ નાકા બહાર, દાદુપીર રોડ, ભિંડિયારા ફળિયા ખાતે.

ભુજ : ગં.સ્વ. નિરુપમાબેન (ઉ.વ. 77) તે પ્રભાશંકર વૈદ્યના પુત્રી, સ્વ. ચમનલાલ લક્ષ્મીલાલ માંકડના પત્ની, જયદીપ, નિપૂણ (એડવોકેટ), ઝંખનાના માતા, સંગીતા, ધાત્રી (શાળા નં. 1), સમીર ધોળકિયાના સાસુ, મૌલેશ વૈદ્ય, તિથિ વોરાના દાદીસાસુ, પૂર્વા, દેવાંશ (જીઆઇપીસીએલ), અંશિવ, નિર્જાના દાદી, પરમ, રુદ્રીના નાની તા. 3-2-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 4-2-2025ના નિવાસસ્થાન સહયોગનગર, શેરી નં. 7થી સવારે 8 વાગ્યે સ્વર્ગ પ્રયાણધામ જશે. પ્રાર્થનાસભા તા. 5-2-2025ના સાંજે 5.30થી 6.30 હાટકેશ્વર મંદિર, ઉપલીપાળ રોડ, ભુજ ખાતે.

ભુજ (અમદાવાદ) : નીપા જયકુમાર શાહ (ઉ.વ. 52) તે જય મોહનભાઇ શાહના પત્ની, સ્વ. જ્યોતિબેન મોહનભાઇ શાહના પુત્રવધૂ, આદિત્ય અને અભિષેકના માતા, પ્રતિમાબેન કિરણભાઇ સંઘવીના પુત્રી, ભાવનાબેન, ડો. રશ્મિભાઇ શાહ, હેમાબેન ચેતનભાઇ શાહના ભાભી, નંદાબેન દીપાશભાઇ શાહ, મીનલબેન દીપેનભાઇ મહેતા, ઉષ્મા, હર્ષના બહેન તા. 3-2-2025ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે.

ભુજ : ભટ્ટી ફાતમાબાઈ (ઉ.વ. 82) તે મ. ઈબ્રાહીમ ઉર્ફે ભચુભા (એસ.ટી.)ના પત્ની, મ. ઈશાક, આમદ (ફૂટવાળા), મકબૂલ, ઈકબાલ, શકિનાબેનાના માતા, અબ્દુલ, ઈસ્માઈલ સમા (હિંગલાજવાડી)ના સાસુ, મ. ફકીર મામદ, હસન ભટ્ટીના બહેન, તાહેર, મુસ્તફાના દાદી તા. 3-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-2-2025ના સવારે 9થી 10 અલીફ મસ્જિદ, આત્મારામ સર્કલ પાસે, જૂની બકાલી કોલોની, ભુજ ખાતે.

અંજાર : મૂળ રાપરના શ્રીમાળી સોની મોડેસરા તુલસીભાઇ ભાઇચંદભાઇ (ઉ.વ. 86) તે સ્વ. મણિબેન ભાઇચંદભાઇના પુત્ર, સ્વ. કાશીબેનના પતિ, સ્વ. પ્રભાબેન, હેમકુંવરબેન, અમૃતલાલના ભાઇ, દિનેશભાઇ, સ્વ. પ્રકાશભાઇ, મનોજભાઇ, અશોકભાઇ, ભરતભાઇ, સ્વ. રમીલાબેનના પિતા, કૌશલ્યાબેનના જેઠ, લતાબેન, ઉષાબેન, પુષ્પાબેન, નિશાબેનના સસરા, ભારતી, નિરાલી, રાહુલ, ભૂમિકા, હેમાંગ, સ્વ. રિદ્ધિ, સાગર, અંકિત, ઝરણા, ચારૂ, પ્રેરણા, નંદની, નિરવાનના દાદા, દિવ્યાંશના પરદાદા, મેહુલકુમાર, ચંદ્રેશકુમાર, આશિષકુમાર, વિરેનકુમાર, ઉર્વિબેન, હેમાંગીબેનના દાદાજી સસરા, સ્વ. જેઠાલાલ ખેંગારભાઇ પાટડિયા (ગળપાદર)ના જમાઇ, સ્વ. ચૂનીલાલ, સ્વ. શામજીભાઇ, સ્વ. ઇશ્વરલાલના બનેવી, સ્વ. ગોરધનભાઇ, સ્વ. શામજીભાઇના સાળા તા. 2-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-2-2025ના ગુરુવારે બપોરે 3થી 4 વાગડ શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજવાડી, માનવ હોટલની બાજુમાં, અંજાર ખાતે.

અંજાર : પરસોત્તમ દેવજીભાઇ સોલંકી (ઉ.વ. 63) તે સ્વ. રાધાબેન દેવજીભાઇ સોલંકીના પુત્ર, ઉષાબેનના પતિ, માધવીબેન, કિરણભાઇ, રિપલબેનના પિતા, અંજનાબેન, ગુરદિતના સસરા, દેવાગ્યના દાદા, જિયા, શિવાંશ, દિત્યાના નાના, જયાબેન (રાજકોટ), કમલકિશોર, કમળાબેનના ભાઇ, હેમલતાબેનના દિયર, પ્રાણલાલભાઇ તથા નવીનભાઇના સાળા, સ્વાતિબેન તથા ઋચાબેનના કાકા, કૌશિક, કવિતા, કૃતિ, ગૌરવના મામા, સ્વ. રંભાબેન હીરાલાલ સોલંકીના જમાઇ, સ્વ. મોહનભાઇ, દિલીપભાઇ, શિવાભાઇ (રાજકોટ), જયાબેન (ભુજ)ના બનેવી, સ્વ. જિજ્ઞેશ, સ્વ. હર્ષા, રીટા, નીલેશ, સોહિલ, ગૌરાંગ, પ્રતીક, જિગરના ફુવા, ડેની તથા અનિતાના માસા તા. 2-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-2-2025ના ગુરુવારે સાંજે 4થી 5 ગાયત્રી મંદિર, ગાયત્રી સોસાયટી, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

માંડવી : કુલસુમબેન મામદ ખત્રી (ગઇધર) (ઉ.વ. 75) તે મ. મામદ નૂરમામદના પુત્રી, ઉમરભાઇ, મુસ્તાકભાઇ, મ. તૈયબભાઇના બહેન તા. 1-2-2025ના અવસાન પામ્યા છે. ઇસાલે સવાબ માટે તા. 5-2-2025ના બુધવારે બહેનોની કુર્આન ખ્વાની સવારે 10થી 11 તથા વાયેઝ-જિયારત સવારે 11થી 12 ખત્રી જમાતખાના, મચ્છીપીઠ, માંડવી ખાતે.

માંડવી : ખત્રી હુસેનાબાઈ અ.કરીમ (સુથરીવાળા) (ઉ.વ. 65) તે મ. ઇબ્રાહિમ તેમજ અ. લતિફના ભાભી, અબ્દુલ ગની અ. લતીફના બહેન, નવિદ, શગુફ્તા અ.વહાબ, હુમેરા અનવર, સુમેરા શિહાબના માતા તા. 3-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-2-2025ના ગુરુવારે સવારે 11થી 12 અને બહેનો માટે કુર્આન ખ્વાની 10થી 11 ખત્રી જમાતખાના ખાતે.

મુંદરા : ભગીરથસિંહ (ઉ.વ. 34) તે સ્વ. ઓગુભા મંગુભા જાડેજાના પુત્ર, નટુભા મંગુભા જાડેજા, મહિપતસિંહ, જેઠુભા, વિક્રમસિંહ, સુરુભા, પ્રવીણસિંહના ભત્રીજા, જયરાજસિંહ, કીર્તિરાજસિંહના મોટા ભાઇ, હેતુભા, ભરતસિંહ, નિર્મલસિંહ, સ્વ. વીરેન્દ્રસિંહ, સ્વ. સમીરસિંહના કાકાઇ ભાઇ તા. 1-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 8-2-2025ના, ઉત્તરક્રિયા તા. 10-2-2025ના.

નારાણપર રાવરી (તા. ભુજ) : વેલબાઈ લાલજી રામજી પિંડોરિયા (ઉ.વ. 84) તે સ્વ. લાલજીભાઈ રામજી પિંડોરિયાના પત્ની, સ્વ. કાનજી લાલજીભાઈ પિંડોરિયા (માધાપર), શામુબેન મનજીભાઈ હીરાણી (સુખપર હાલે નૈરોબી), જાદવા લાલજી પિંડોરિયા, ગં.સ્વ. પ્રેમીલા વિનોદભાઈ હીરાણી (મિરજાપર)ના માતા તા. 3-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-2-2025ના બુધવારે સવારે 7.30થી 8.30 બાઈઓનું સ્વામીનારાયણ મંદિર બહેનોનું અને ભાઈઓ માટે રાધાકૃષ્ણ મંદિર, નારાણપર રાવરી ખાતે.

સુખપર (તા. ભુજ) : સંદીપ નારાણભાઇ સોની (ઉ.વ. 47) તે સ્વ. કાનજીભાઇ હંસરાજ સોનીના પૌત્ર, કસ્તૂરબેન નારાણભાઇ સોનીના પુત્ર, બિંદિયાબેનના પતિ, જૈમિન, હર્ષિલના પિતા, સ્વ. જવેરીલાલ જટાશંકર બુદ્ધભટ્ટીના જમાઇ, અતુલભાઇ, રેખાબેન, સરોજબેનના બનેવી, પંકજ વી. સોનીના સાળા, કાશ્મીરા પી. સોની, હિતેષ, નિમેષના ભાઇ, મિરાજ, મેઘાના મામા, રતનબેન, દમયંતીબેન, સ્વ. જયાબેન, પ્રભુલાલના ભત્રીજા, કીર્તિભાઇ, મોહનલાલ ચૌહાણ, શારદાબેન, અનસૂયાબેન, મધુબેનના ભાણેજ તા. 3-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-2-2025ના બુધવારે સાંજે 4.30થી 5.30 શિવ મંદિર, સતગુરુ ટ્રેક્ટર્સની સામે, દરબારવાડી ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : તુલસીદાસ કલ્યાણજી ગણાત્રા (ઉ.વ. 77) તે હીરાગૌરીબેનના પતિ, સ્વ. વેલબાઇ કલ્યાણજી ગણાત્રાના પુત્ર, સ્વ. કસ્તૂરબેન ચાંપશી ડોડેચા (ઘડુલી હાલે ભુજ)ના જમાઇ, જયાબેન (આણંદ), બ્રહ્મલીન પ.પૂ. જનકમા, પ.પૂ. ચંદુમા (અંબાજી ધામ-ગઢશીશા), ઉષાબેન (ભદ્રેશ્વર), હર્ષદભાઇ (ગઢશીશા)ના ભાઇ, હંસાબેનના જેઠ, સ્વ. જાદવજીભાઇ, સ્વ. વિજયભાઇના સાળા, ગં.સ્વ. રંજનબેન, અરવિંદભાઇ, નરેન્દ્રભાઇ, જગદીશભાઇના બનેવી, મનીષભાઇ, રાજેશભાઇ, દર્શનાબેનના પિતા, શર્મિલાબેન, નીતિનભાઇના સસરા, નેહાબેન, પ્રિયંકાબેન, તૃપ્તિબેનના મોટાબાપા, કમલેશભાઇ, દીપકભાઇ, હિરેનભાઇ, કનૈયાલાલ, નિશાબેન, હિનાબેનના મામા, અમિત, ઉર્વી, ભક્તિ, મંથન, સ્મિત, કુશ, હેત્વીના ફુઆ, યશ્વીના નાના, દેવના દાદા તા. 2-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-2-2025ના બુધવારે સાંજે 4થી 5 દરિયાસ્થાન, ગઢશીશા ખાતે.

રામપર-વેકરા (તા. માંડવી) : જશુબેન વાલજીભાઇ વેકરિયા (ઉ.વ. 68) તે વાલજીભાઇ રામજીભાઇ વેકરિયાના પત્ની, ધનજી, વિજય, રીટાના માતા, હર્ષદ, ઇશાન, સ્મિત, હિનલ, રુચિના દાદી તા. 2-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-2-2025ના બુધવારે સવારે 7.30થી 8.30 ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિર, વેકરા અને બહેનો માટે નિવાસસ્થાને.

નાભોઇ (તા. માંડવી) : હીરાબા કાનજીભા જાડેજા (ઉ.વ. 95) તે નવુભા, ખેંગારજી, લખમણજી, નટુભાના માતા, રણજિતસિંહ, ભરતસિંહ, જુવાનસિંહ, નરેન્દ્રસિંહ, કરણસિંહ, બટુકસિંહ, પ્રહલાદસિંહના દાદી તા. 3-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી નાભોઇ ખાતે.

નલિયા (તા. અબડાસા) : વડનગરા નાગર અ.સૌ. દક્ષાબેન સંજયભાઇ વોરા (ઉ.વ. 65) તે ડો. સંજયભાઇ વિનોદરાય વોરાના પત્ની, સ્વ. ચંપાબેન વિનોદરાય વોરાના પુત્રવધૂ, સ્વ. વીરબાળાબેન ચંદ્રકાન્તભાઇ કિકાણીના પુત્રી, સ્વ. બટુકભાઇ, યજ્ઞેશભાઇ, સ્વ. શોભનાબેન, દીપ્તિબેન, સ્વ. અનુપમાબેન, બંસરીબેન, આશાબેન, પ્રકૃતિબેનના ભાભી, સ્વ. રેખાબેન, મિનાક્ષીબેનના દેરાણી તા. 2-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-2-2025ના મંગળવારે સાંજે 4થી 5 નાનજી સુંદરજી સેજપાલ (ભિવંડીવાલા) લોહાણા મહાજનવાડી ખાતે.

ઘોડબંદર/થાણા : મૂળ જખૌ (ગુંદિયાળી)ના ગં.સ્વ. સાધનાબેન નારાયણજી ગણાત્રા (ઉ.વ. 68) તે સ્વ. હીરજી ખટાઉના પુત્રવધૂ, સ્વ. નારાયણજી હીરજીના પત્ની, સ્વ. મણિબેન લાલજી દવડાના પુત્રી, સુરેશ, નવીન, રાજેશ, અતુલ, જયેશ, સંગીતાબેન સુરેશભાઈ ભીંડે (બટાટાવાળા)ના માતા, રેખા, મીના, છાયા, ભાવના, જયશ્રીના સાસુ, શંકરલાલ, વલ્લભદાસ, પ્રવીણભાઇ, બિપીનભાઈ, મણિબેન, મંજુલાબેનના બહેન તા. 3-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd