• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

કચ્છ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ

ભુજ, તા. 4 : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા આયોજિત સીલ (સ્ટૂડન્ટ એક્સપિરીયન્સ ઇન ઇન્ટર સ્ટેટ લીવિંગ) યાત્રા અંતર્ગત પૂર્વોત્તર ભારતના વિદ્યાર્થીઓએ કચ્છની સંસ્કૃતિ, ઐતિહાસિક વારસા અને ઉદ્યોગ સર્જનના દર્શન કર્યા હતા. ચાર દિવસ ચાલેલી યાત્રા દરમ્યાન વિદ્યાર્થીઓએ વ્હાઇટ રણ, સ્મૃતિવન, ભારત-પાકિસ્તાન બોર્ડર, મુંદરા પોર્ટ અને કચ્છ યુનિવર્સિટી વિ.ની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો જણાવતાં કહ્યું હતું કે, કચ્છએ અમને એકતા અને સંસ્કૃતિનો જીવંત અનુભવ કરાવ્યો. અહીંના લોકોની મહેમાનગતિ અને ઉદારતાની સરાહના કરી હતી. કચ્છની ધરતીએ પૂર્વોત્તર ભારતના વિદ્યાર્થીઓને સંસ્કૃતિસભર પરિચય આપ્યો અને ભારતીય એકતા માટે મજબૂત મંચ પૂરો પાડયો હોવાનું ઉમેર્યું હતું. યાત્રાના અંતિમ દિવસે વિશિષ્ટ નાગરિક સત્કાર સમારોહ યોજાયો હતો, જેમાં સ્વાગત સમિતિના અધ્યક્ષ બાબુભાઇ હુંબલ (શ્રીરામ સોલ્ટ્સ), મંત્રી ભાર્ગવભાઇ શાહ, સભ્યો ભરતભાઇ દરજી (સંઘચાલક રા.સ્વ.સે. પશ્ચિમ કચ્છ જિલ્લો), હિતેશભાઇ ખંડોર (સમાજસેવક-તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ), કુલદીપસિંહ જાડેજા (યુવા ઉદ્યમી-આશાપુરા ઇન્ફ્રા), જિગરભાઇ છેડા (યુવા અગ્રણી), કલ્પેશભાઇ ગોસ્વામી (અધિવક્તા), ડો. દિવ્યરાજસિંહ જાડેજા (ચિકિત્સક-મંત્રી, એનએમઓ-ભુજ), મિલનભાઇ સોની (યુવા ઉદ્યમી), રામભાઇ ગઢવી (સદસ્ય-બીઓએમ, કચ્છ યુનિ.), ડો. મેહુલસિંહ ઝાલા (આરોગ્યભારતી), ચિંતનભાઇ મોરબિયા (સંસ્કાર ઇન્સ્ટિટયૂટ) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં એબીવીપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુરભિબેન દવે, આરએસએસ કચ્છ સંઘચાલક હિંમતસિંહજી, હિમાલયસિંહ ઝાલા, સમર્થભાઇ ભટ્ટ, ઉપાધ્યક્ષ મનમીતભાઇ તથા સભ્યો, યુનિવર્સિટીના પ્રતિનિધિઓ, સામાજિક-રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગ સર્જકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઐતિહાસિક યાત્રામાં કચ્છ વિભાગના કાર્યકર્તા, હોસ્ટ ફેમિલી, સ્થાયી કાર્યકર્તાઓ, શુભેચ્છકો, તમામ સહયોગીઓનો ગુજરાત પ્રદેશ મંત્રી-કચ્છ વિભાગ સંયોજક શિવરાજસિંહ જાડેજા દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd