• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

સોનિયા સામે વિશેષાધિકાર ભંગ નોટિસ

નવી દિલ્હી, તા. 3 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અપમાન બદલ ભાજપના સાંસદોએ સોમવારે કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી હતી. અપક્ષ સાંસદ પપ્પુ યાદવને પણ નોટિસ અપાઈ હતી. કેસરિયા પક્ષના 40 સાંસદે નોટિસનું સમર્થન કર્યું હતું. નોટિસમાં નોંધાયું હતું કે, અમે સોનિયા ગાંધી દ્વારા કરાયેલી કેટલીક અપમાનજનક, અસંસદીય ટિપ્પણીઓ માટે નિરાશા વ્યક્ત કરી રહ્યા છીએ. સોનિયા ગાંધીની રાષ્ટ્રપતિ વિરુદ્ધ ટિપ્પણી પર ગંભીરતાથી વિચાર કરવા સાથે શિસ્તભંગની કાર્યવાહી કરવાની જરૂર છે, તેવું નોટિસમાં જણાવાયું હતું. આવા નિવેદન ભારત દેશના સર્વોચ્ચ બંધારણીય અધિકાર, દેશના રાષ્ટ્રપતિના કદ અને ગરિમાને અપમાનિત કરવા જેવું છે. નોટિસમાં જણાવાયું છે કે, આવી ટિપ્પણીઓ રાષ્ટ્રપતિ ભવનની ગરિમાને કમજોર કરે છે. એટલું જ નહીં, સંસદીય પ્રક્રિયા અને પરંપરાઓની પવિત્રતાનું પણ ઉલ્લંઘન કરે છે. હકીકતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ બાદ તરત ટિપ્પણીમાં સોનિયાએ કહ્યું હતું કે, પુઅર લેડી, ભાષણના અંતમાં બહુ થાકી ગયા હતા. બીજી તરફ, પપ્પુ યાદવે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ માત્ર એક સ્ટેમ્પ છે. કેસરિયા પક્ષે બંને નેતાના નિવેદનોની નિંદા કરતા વાંધો ઊઠાવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd