રામપર, તા. 4 : માંડવી તાલુકાના રામપર ખાતે
મુસ્લિમ સમાજ દ્વારા રામપર એમપીએલ સિઝન - 4 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન રામપર સાર્વજનિક ક્રિકેટ મેદાન
ખાતે કરાયું હતું. ગામની 4 ટીમોએ ભાગ
લીધો હતો. જેમાં ફાઇનલમાં સના ઈલેવન સામે માહિનૂર
ટીમ વિજયી રહી હતી. મેન ઓફ ધ સિરીઝ સબીર કુંભાર, બેસ્ટ
બોલર સલીમ નોડે, બેસ્ટ
બેટ્સમેન ઓવેસ કુંભાર રહ્યા હતા. રામપરના દાતા શાંતિભાઈ વેલજી ભંડેરી તરફથી ઈનામો અપાયાં હતાં. ગામના સરપંચ સુરેશ કારા તથા
વિશાલ હીરાણીએ સહયોગ આપ્યો હતો. આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા ગામના અગ્રણી કે.બી. સંજોટ
એડવોકેટ તથા હીરજીભાઈ હીરાણી સહ પરિવાર તથા ગામના માજી સરપંચ ખીમજીભાઈ લેઉવા,
તલાટી સહમંત્રી અશ્વિનભાઇ તથા લાલજીભાઈ વેકરિયા - પ્રમુખ રામપર લેવા
પટેલ સમાજ તથા મુસ્લિમ સમાજના અગ્રણી જુસબ હાજી બુઢા, હુસેન ઈસા,
ગની કાકા, ગની ઈબ્રાહીમ, મામદ પટેલ, રફીક જાકબ મુતવલી રામપર મસ્જિદ વગેરે હાજર
રહ્યા હતા. અન્ય આયોજક તરીકે આસિફ અને અનવર રહ્યા હતા અને સમગ્ર ટૂર્નામેન્ટનું સંચાલન
ઇસ્માઇલ વિરામ તરફથી કરાયું હતું.