• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

ભારતની વન-ડે ટીમમાં વરુણનો પ્રવેશ

નાગપુર, તા. 4 : ફોર્મમાં ચાલી રહેલો મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી ઇંગ્લેન્ડ વિરુદ્ધની ત્રણ મેચની વન-ડે શ્રેણીની ભારતીય ટીમમાં સામેલ થયો છે. તે ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ ગયો છે અને નાગપુર ટીમ સાથે અભ્યાસ સત્રમાં પણ ભાગ લીધો હતો. ઇંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં વરુણ ચક્રવર્તીએ 9.8ની પ્રભાવશાળી સરેરાશથી 14 વિકેટ લીધી હતી અને પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. તેનો ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સમાવેશ કરાયો નથી, પણ હવે ઇંગ્લેન્ડ સામેની વન-ડે ટીમમાં તેની અચાનક એન્ટ્રી થઇ છે. અભ્યાસ સત્ર દરમ્યાન ભારતીય વન-ડે ટીમના ઉપકપ્તાન શુભમન ગિલે કહ્યંy કે, વરુણ ચક્રવર્તી ટીમનો હિસ્સો છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમમાં ફેરફારની સમય સીમા 12 ફેબ્રુઆરી સુધી છે. ચક્રવર્તીનો ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં પણ સમાવેશ થઇ શકે છે, જેની સંભાવના વધુ છે કારણ કે, ચાઇનામેન બોલર કુલદીપ વાપસી બાદથી એક પણ ઇન્ટરનેશનલ મેચ રમ્યો નથી અને વાપસી મેચમાં રણજી ટ્રોફીમાં નિષ્ફળ રહ્યો છે. મેચ વિજેતા સ્પિનર કુલદીપ ચેમ્પિયન્સ ટ્રોફી ટીમનો હિસ્સો છે. તેનું સ્થાન વરુણ લઇ શકે છે, જો ઇંગ્લેન્ડ વિરુદ્ધની વન-ડે શ્રેણીમાં પણ વરુણ ઝળકશે, તો તેનું ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવું નિશ્ચિત બની જશે. વન-ડે ટીમમાં પસંદગીકારો પહેલાથી ત્રણ સ્પિનરના રૂપમાં રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવને પસંદ કરી ચૂકયા છે, હવે વરુણ ચક્રવર્તીને ચોથા સ્પિનર તરીકે ઇંગ્લેન્ડ સામેની ટીમમાં સામેલ કરાયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd