ભુજ, તા. 4 : મુંદરા તાલુકાના બારોઈ ગામમાં
રહેતા શૈલેશભાઈ જગદીશભાઈ ફફલ (ઉ.વ. 27) નામના યુવાને કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું
હતું. પોલીસે આપેલી માહિતી મુજબ, બારોઈના
મહેશ્વરીવાસમાં રહેતો હતભાગી યુવાન ઘરે હતો ત્યારે કોઈ અકળ કારણે રૂમની છતમાં લોખંડના
સળિયામાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મુંદરા પોલીસે આ બનાવ અંગે નોંધ
કરી આગળની તપાસ હાથ ધરી છે.