નવી દિલ્હી, તા. 3 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરી હતી.
ચર્ચા દરમ્યાન આમઆદમી પાર્ટી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, આપ સરકારે બાળકોનાં
ભવિષ્ય સાથે ચેડાં કર્યાં છે. આમ આદમી પાર્ટીની સરકાર બાળકોને નવમાં ધોરણ પછી આગળ
વધવા નથી દેતી, તેવું મેં સાંભળ્યું છે, તેવું મોદી બોલ્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, આપની
સરકાર પોતાની છબી સુધારવા, શિક્ષણનું ચિત્ર સારું બતાવવા
માત્ર એ જ છાત્રોને આગળ ભણવા દે છે, જેમના પાસ થવાની ખાતરી
હોય છે. શિક્ષણનું પરિણામ ખરાબ આવી જાય તો આમ આદમી પાર્ટી સરકારની છબી ખરાબ થઇ જાય
તેવું તેમણે કહ્યું હતું. એક મોટાં વૃક્ષના ઓટલા પર બેસીને છાત્રો સાથે સંવાદ
કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, `આપ' સરકાર દિલ્હીના
યુવાનોનાં ભવિષ્યને નુકસાનન કરી રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમ
દિવસે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા સહિત
નેતાઓએ પણ ચૂંટણી સભાઓ સંબોધી હતી.